Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ઉલેમા બોર્ડે કહ્યું ફિલ્મ રામજન્મભૂમિ પર 48 કલાકમાં પ્રતિબંધ મુકો

ફિલ્મ માત્ર વિવાદી જ નહિપરંતુ બે કોમો વચ્ચે નફરત ફેલાવનારી :કોર્ટના દ્વાર ખટખટાવાશે

ભોપાલ :ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડની મધ્યપ્રદેશ એકમ ફિલ્મ રામજન્મભૂમિ પર બે ફાટવા જાહેર કર્યા છે સાથે કેન્દ્ર અને મધ્યપ્રદેશ સરકારને માંગ કરી છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવો ,એક ફતવો આ ફિલ્મને મુસ્લિમ અભિનેત્રી નાઝનીન પાટની વિરુદ્ધ જાહેર કરીને સલાહ આપે છે કે પોતાના ઇમાનને ઢંઢોળે,જયારે દેશના મુસ્લિમ સમુદાયને અપીલ કરાઈ છે કે તે આ ફિલ્મને જુએ નહીં બંને ફતવા ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના મધ્યપ્રદેશ એકમના અધ્યક્ષ અને કાજી સૈયદ અનસ અલી નદવીએ બહાર પાડ્યા છે

ઉત્તરપ્રદેશ શિયા વક્ફ બોર્ડના અધ્ય્ક્ષ સૈયદ વસીમ રિઝવી દ્વારા નિર્મિત આ ફિલ્મ 29 મર્ચે સમગ્ર દેશમાં રિલીઝ થવા જઈ રહી છે ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના મધ્યપ્રદેશ ઉપાધ્યક્ષ નૂર અલ્લાહ યુસુફ જઈએ જણવ્યું કે ફિલ્મ રામજન્મભૂમિ માત્ર વિવાદિત છે પરન્તુ બે કોમો વચ્ચે નફરત ફેલવાનરી છે આ ફિલ્મમાં શરિયત સાથે છેડછાડ કરાઈ છે ઇસ્લામના બે મુખ્ય અને સંવેદનશીલ મુદ્દાને વિવાદિત કરવાની કોશિશ કરી છે

  તેઓએ કહ્યું એક આ ફિલ્મમાં ત્રણ તલ્લકને ખોટી રીતે રજૂ કરાયું છે આ ઉપરાંત તેમાં બતાવાયું છે કે એક સસૂર વહું સાથે હલાલા કરે છે આ સમગ્ર રીતે ખોટું છે સમગ્ર વિશ્વમાં તેનો કોઈ દાખલો મળતો નથી આ બાબતે સમગ્ર મુસ્લિમ સમુદાયને આઘાત પહોંચાડ્યો છે

   તેઓએ કહ્યું કે અમે મધ્યપ્રદેશ અને કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે આ ફિલ્મ પર 48 કલાકમાં પ્રતિબંધ મુકો અંહીત્ર અમે કોર્ટના દરવાજા ખટખટાવશું

(9:29 pm IST)