Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

બ્રિટનમાં કાર અકસ્માતે ભારતીય મૂળના 2 બાળકોના કરૂણ મોત : બી.એમ.ડબલ્યુ અને ઓ.ડી.કાર ડ્રાયવર વચ્ચેની રેસ બાળકોના મોતનું નિમિત્ત બની હોવાનું અનુમાન

લંડન : બ્રિટનમાં શનિવારે  કાર અકસ્માતે ભારતીય મૂળના 2 બાળકોના કરૂણ મોત નિપજ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.બી.એમ.ડબલ્યુ અને ઓ.ડી.કાર ડ્રાયવર વચ્ચેની રેસ બાળકોના મોતનું નિમિત્ત બની હોવાનું અનુમાન થઇ રહ્યું છે.જે અંતર્ગત બી.એમ.ડબલ્યુ કારમાં બેઠેલા ભારતીય મૂળના 2 બાળકો 10 વર્ષીય સંજય  તથા 2 વર્ષીય બાળક પવનવીર સિંહનું કરૂણ મોત નિપજતા ઓડી ડ્રાયવર કાર મૂકી નાસી છૂટ્યો હતો.પોલીસ તપાસ ચાલુ છે.

(12:15 pm IST)