Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલે કેસ ચલાવવા ઇડીની હાઇકોર્ટમાં અરજી

વિશેષ કોર્ટના 19 લોકોને નિર્દોષ છોડી મુકવાના ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકારાયો

નવી દિલ્હી :ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલે કેસ ચલાવવા ઇડીએ હાઇકોર્ટમાં અરજી કરી છે પૂર્વ ટેલીકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝી સહિત અન્ય લોકોને  2017માં વિશેષ કોર્ટે 19 લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા.ઇડીએ વિશેષ કોર્ટના આ નિર્ણયની વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે અને ફરીથી સુનાવણી શરૂ કરવાની અપીલ કરી છે

   ટુજી કૌભાંડમાં ઇડીએ પોતાના આરોપ પત્રમાં ડીએમકેના સંરક્ષક એમ. કરૂણાનિધીના પત્નીને પણ આરોપી બનાવ્યા હતા. પરંતુ કોર્ટે તમામ આરોપીઓને તેમ કહીને નિર્દોષ છોડી મુક્યા કે તેમની વિરૂદ્ધ પુરતા પ્રમાણમાં પુરાવા નથી મળ્યા. આ તમામ લોકોની વિરૂદ્ધ ઇડી અને સીબીઆઇએ કેસ દાખલ કર્યો હતો. આરોપીની મુક્તિ બાદ ઇડીએ સ્પષ્ટ કર્યુ હતુ કે તે વિશેષ કોર્ટના ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકારશે

(12:13 am IST)