Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

2જી ઓક્ટોબર સુધી ખેડૂત આંદોલન ચાલશે ? ગુરનામસિંહે કહ્યું -એ ટિકૈતનું ખાનગી નિવેદન

પંજાબ બાદ હવે જ્યાં પણ ચૂંટણી થશે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે

નવી દિલ્હી : કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે તેઓ આખું વર્ષ આંદોલન ચલાવશે, જ્યારે હરિયાણામાં ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ ગુરનામસિંહએ ક્રિકેટના આ નિવેદનને ખાનગી કહ્યું છે.

ગુરનામસિંહએ કહ્યું હતું કે રાકેશ ટિકૈત બે ઓક્ટોબરે સુધી આંદોલન ચલાવવાની વાત કરી હતી પરંતુ તેનો પર્સનલ ઓપિનિયન છે. ઉપરાંત હજુયે ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરવાની પણ વાત કરી હતી.

હરિયાણા કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામસિંહએ ચંદીગઢમાં સંયુક્ત કિસાન મોરચાની મહાપંચાયતમાં કહ્યું હતું કે, 2 ઓક્ટોબર સુધી આંદોલનને લઇ જવાની વાત રાકેશએ કરી છે તે તેનો પર્સનલ ઓપિનિયન છે. અત્યાર સુધીમાં સંયુક્ત કિસન મોરચા તરફથી 2 ઓક્ટોબર સુધી આંદોલન ચલાવવા અને ત્યારબાદના કાર્યક્રમોને લઈને કોઈપણ સત્તાવાર રીતે નિર્ણય લેવામાં આવ્યો નથી. રાકેશે જે પણ નિવેદન કર્યું છે તે તેમનું ખાનગી નિવેદન છે.

ગુરનામસિંહે કહ્યું હતું કે ચૂંટણીમાં પંજાબમાં ભાજપનો વિરોધ ખેડૂત સંગઠન દ્વારા કરવામાં આવ્યો અને હવે ખેડૂત સંગઠનોએ નિશ્ચિત કર્યું છે કે ભવિષ્યમાં જ્યાં પણ ચૂંટણી થશે ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે. આગામી કેટલાક મહિનાઓમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાશે. ત્યાં પણ ખેડૂતો ભાજપને વોટ નહીં આપવાની અપીલ કરશે. ઉપરાંત ખેડૂત આંદોલન અને દક્ષિણના રાજ્યોમાં લઈ જવાની પણ તૈયારી ચાલી રહી છે.

ગુરનામસિંહએ કહ્યું હતું કે ખેડૂત નેતાઓને પકડવા માટે દિલ્હી પોલીસ સતત રેડ કરી રહી છે. અમે ખેડૂતોને અપીલ કરીએ છીએ કે દિલ્હી પોલીસ કોઈને પણ પકડવા પહોંચે તો ત્યાં તેને બંધક બનાવી લે, પરંતુ આ દરમિયાન કોઇ જાતથી જ્યાતતી કરવામાં આવે નહીં પરંતુ તેને બેસાડીને ચા પાણી પીવડાવે અને કોઈ પણ ખેડૂત કે ખેડૂત નેતાની ધરપકડ કરવામાં દેવામાં આવે નહીં.

(9:26 pm IST)