Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કેરાલામાં મોટા પાયે લવ જેહાદ થાય છે : શ્રીધરન

ભાજપમાં જોડાયા બાદ મેટ્રોમેન ચર્ચામાં

નવી દિલ્હી, તા.૨૦ : દિલ્હી સહિતના મોટાભાગના મેટ્રો શહેરોમાં મેટ્રો ટ્રેન સર્વિસ શરુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અને મેટ્રો મેન તરીકે ઓળખાતા શ્રીધરન ભાજપમાં જોડાયા ત્યારથી ચર્ચામાં છે. શ્રીધરને પોલિટિક્સમાં એન્ટ્રી કરીને ઘણાને ચોંકાવી દીધા છે.તેમણે કેરાલામાં ભાજપ સત્તા પર આવે તો સીએમ બનવાની પણ તૈયારી બતાવી છે અને લવ જેહાદ અંગે પણ નિવેદન આપ્યુ છે. તેમણે એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, કેરાલામાં લવ જેહાદ થઈ રહી છે તે અંગે મને જાણકારી છે.હું જોઈ શકું છું કે, કેરલમાં શુ થઈ રહ્યુ છે.હિન્દુ યુવતીઓને લગ્ન માટે ફસાવવામાં આવી રહી છે અને લવ જેહાદથી તે પિડિત છે.માત્ર હિન્દુ નહી પણ ખ્રિસ્તી અને મુસ્લિમ યુવતીઓ સાથે પણ લવ જેહાદ થઈ રહી છે. તેમણે કહ્યુ હતુ કે, હું નિશ્ચિત રીતે લવ જેહાદનો વિરોધ કરીશ. શ્રીધરનના નિવેદન બાદ કેરલનુ રાજકારણ ગરમાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.તેમના નિવેદને ચૂંટણી માટેની રણનીતિ સાથે જોડવામાં પણ આવી રહ્યુ છે.એમ પણ લવ જેહાદ ભારે ચર્ચાનો વિષય બનેલો છે.યુપી અને એમપી જેવા રાજ્યોએ તો તેની સામે કાયદો પણ બનાવી દીધો છે.

(8:43 pm IST)