Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

તેના અંતિમ સંસ્‍કારમાં પૂર્વ મુખ્‍યમંત્રી સિદ્ધારમૈયા અને અભિનેતા યશ સામેલ થાયઃ નવી દિલ્‍હીમાં 25 વર્ષના યુવક રામકૃષ્‍ણનો આપઘાત, સ્‍યુસાઇડ નોટમાં ઇચ્‍છા દર્શાવી

નવી દિલ્હી: સેલિબ્રિટીઝ માટે લોકોમાં ક્રેઝ હંમેશા જોવા મળે છે, પરંતુ કેટલીકવાર આ ક્રેઝ ગાંડપણમાં ફેરવાય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 25 વર્ષિય યુવક રામકૃષ્ણે ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. યુવકે એક Suicide Note છોડી છે, જેમાં તેણે છેલ્લી ઇચ્છાનો ઉલ્લેખ કર્યો છે. તે ઇચ્છે છે કે તેમના અંતિમ સંસ્કારમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને અભિનેતા યશ સામેલ થાય.

નોટમાં કહી આ વાત

કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રામકૃષ્ણ રહેવાસી હતો. તે ફિલ્મ 'કેજીએફ'ના અભિનેતા યશ અને કર્ણાટકના વિપક્ષી નેતા સિદ્ધારમૈયાનો ઘણા મોટો ચાહક હતા. રામકૃષ્ણે કન્નડમાં એક Suicide Note લખી હતી. આમાં યુવકે પોતાની બે અંતિમ ઇચ્છાઓ પણ લખી છે. તેણે આ Suicide Note માં સ્પષ્ટ લખ્યું હતું કે તે સિદ્ધારમૈયા અને યશ બંનેનો મોટો ચાહક છે અને તે ઈચ્છે છે કે તે બંને તેના અંતિમ સંસ્કારમાં હાજર રહે.

સિદ્ધારમૈયાએ ટ્વીટમાં કહી આ વાત

આ ઘટનાની જાણકારી જ્યારે સિદ્ધારમૈયા અને યશને થઈ ત્યારે બંનેએ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. સિદ્ધારમૈયાએ કહ્યું, 'મને નથી લાગતું કે હું ક્યારેય તેને મળ્યો છું, પરંતુ આવા સંજોગોમાં મારા પ્રશંસકને મળવું ખૂબ દુ:ખદ છે. આટલી નાની ઉંમરે કોઈએ જીવનનો અંત ન કરવો જોઈએ.

યશેએ ટ્વીટમાં કહી આ વાત

યશએ પણ આ ઘટના અંગેની માહિતી મળતાં ટ્વીટ કર્યું હતું. યશ એ ટ્વીટ કરીને તેના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, 'અમે કલાકારો તમારી સીટીઓ અને અભિવાદન સાંભળીએ છીએ અને તમે જે પ્રેમ તમે અમારા પર વરસાવો છો તેના માટે જીવીએ છીએ? મને તમારી (ચાહક) પાસેથી આ અપેક્ષા નહોતી.

પોલીસે ગુનો નોંધ્યો છે અને આ કેસમાં તપાસ ચાલુ છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા યુવકના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. યુવકની છેલ્લી ઇચ્છા પણ પૂરી કરી.

(5:04 pm IST)