Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પેરૂની રાજધાની લીમામાં કોવિડના નિયમનું ઉલ્લંઘન કરનારને પોલીસ કર્મચારીએ દંડ કરવાના બદલે કિસ કરીને છોડી મુકી

પોલીસનું કામ લોકોની મદદ કરવી અને નિયમોને તોડતાં રોકવાનું હોય છે, પરંતુ પેરૂમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પોલીસકર્મીને સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે. કારણ કે તેણે કોવિડ 19 નિયમોને તોડતાં એક છોકરીને દંડ ફટકારવાના બદલે તેને કિસ કરીને છોડી દીધી. 

જોકે પેરૂની રાજધાની લીમામાં એક છોકરીએ કોવિડ 19 નિયમોનું ઉલ્લંઘન કર્યું, ત્યારબાદ પોલીસકર્મીએ દંડ લગાવવાના બદલે કિસ કરીને તેને છોડી મુકી.

પોલીસકર્મીની આ હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ, જેને એક ટીવી ચેનલે શેર કરી છે.

વીડિયોમાં દેખાય છે કે પોલીસકર્મી છોકરીને જાણી જોઇને પોતાના નોટપેડ પર લખતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ દરમિયાન છોકરી કથિત રીતે ને તે દંડના બદલે કિસ કરવા માટે મનાવતી જોવા મળી.

મામલો સામે આવ્યા બાદ પોલીસકર્મીને સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે. પેરૂની રાજધાની લીમાના અધિકારીઓએ કેસની તપાસ શરૂ કરી છે.

મિરાફ્લોરેસ જિલ્લાના સુરક્ષા પ્રભારીએ જણાવ્યું કે ઘટનાની સંજ્ઞાનમાં અમારા મેયર લુઇસ મોલિનાએ તાત્કાલિક તે અધિકારીને સસ્પેંડ કરવાનો નિર્ણય કર્યો છે. તે અજાણી છોકરી સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને પોલીસકર્મીએ તેને આમ કરવાની પરવાનગી આપી. એટલું જ નહી, તેને પોતાનું માસ્ક ઉતારીને તેને કિસ પણ કરી.

(5:03 pm IST)