Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વિશ્વના સૌથી સ્વસ્થ શહેરોની WHOની યાદીમાં મદીના સામેલ

અમદાવાદ તા.૨૦ : વિશ્વઆરોગ્ય સંગઠન (ડબલ્યુ એચ ઓ)એ સઉદી અરેબિયાના બે પવિત્ર શહેરોમાંથી એક મદીના મુનવ્વહરાહને વિશ્વના સૌથી સ્વસ્થ શહેરોમાંથી એક તરીકે જાહેર કર્યુ છે.

ડબલ્યુએચઓની એક ટીમે આ પવિત્ર શહેરની મુલાકાત લીધા પછી શહેરને સ્વસ્થ જાહેર કરવા માટે જરૂરી વૈશ્વિક ધોરણોના આધારે પોતાનો અહેવાલ આપ્યો હતો. ત્યારપછી આ શહેરને તેનો નવો દરજજો પ્રાપ્ત થયો હતો. ડબલ્યુએચઓ તંદુરસ્ત શહેરના નામાંકન માટે તેના માપદંડોમાં કહે છે કે, સ્વસ્થ શહેર એ છે કે વાસ્તવિક અને સામાજિક પર્યાવરણોની સતત રચના કરે અને સુધારણા કરે અને સામુદાયીક સંશોધનોને વિસ્તૃત કરે જેનાથી લોકો એક બીજાને પરસ્પર સમર્થન આપવા સશકત બને.

મદીનાની સરકારે ડબલ્યુએચઓ માટે સમીક્ષા કરવા ઇલેકટ્રોનીક પ્લેટફોર્મ પરના તમામ ડેટાને રેકોર્ડ કરવા માટે કાર્યક્રમ રજૂ કર્યો હતો. આમા તયબાહ યુનિ. સાથે વ્યુહાત્મક ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. તયબાહ યુનિ.ના પ્રમુખ ડો.અબ્દુલ અઝીઝી  અસારનીની દેખરેખમાં ડબલ્યુએચઓ દ્વારા માન્યતા મેળવવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં રર સરકારી, નાગરીક સેવાભાવી અને સ્વયંસેવક એજન્સીઓનું પ્રતિનિધિત્વ કરતા ૧૦૦ સભ્યો સામેલ હતા.

મદીનાએ પ્રથમ શહેર છે. જેને ૨૦ લાખની વસ્તી સાથે ડબલ્યુએચઓના સ્વસ્થ શહેર કાર્યક્રમ હેઠળ માન્યતા મળી હોય.મદીનામાં રહેતા ઘણા ભારતીયોએ મદીનાને ડબલ્યુએચઓ દ્વારા વિશ્વના સૌથી સ્વસ્થ શહેરોમાંથે એકનો દરજજો અપાયા પછી આનંદ વ્યકત કર્યો હતો.

(12:36 pm IST)