Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભાજપ માઈનોરિટી સેલનો અધ્યક્ષ બાંગ્લાદેશી નીકળ્યો : કોંગેસે કહ્યું- શું આ સંઘ જેહાદ છે?

કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ થવા પર ટ્વિટ કર્યું

મુંબઈ : કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ થવા પર ટ્વિટ કર્યું છે. તે બાંગ્લાદેશી નાગરિક, ઉત્તરી મુંબઈમાં બીજેપીના માઈનોરિટી સેલ અધ્યક્ષના રૂપમાં કામ કરી રહ્યાં છે. આ નાગરિક ભારતમાં નકલી દસ્તાવેજ સાથે રહી રહ્યો હતો. તપાસ દરમિયાન ખબર પડી કે, આરોપી નાગરિક ઉત્તરી મુંબઈમાં બીજેપીના માઈનોરિટી સેલના અધ્યક્ષના રૂપમાં કામ કરી રહ્યો હતો. આરોપીની ઓળખ રૂબેલ જોનુ શેખના રૂપમાં થઈ છે, જેની ઉંમર 24 વર્ષ છે

કોંગ્રેસ નેતા સિચન સાવંતે આ બાબતને લઈને ટ્વિટ કર્યું છે અને આને બીજેપીનો સંઘ જેહાદ ગણાવ્યા છે. તેમને લખ્યું છે કે, કેટલાક બીજેપી નેતા ગોમાતાની તસ્કરી કરતા ઝડપાયા હતા તો કેટલાકની ઓળખ આઈએસઆઈ એજન્ટના રૂપમાં થઈ છે. હવે આ રૂબેલ શેખ છે. એક બાંગ્લાદેશી નાગરિક, જે બીજેપીમાં માઈનોરિટી સેલના અધ્યક્ષના રૂપમાં કામ કરી રહ્યાં છે. શું બીજેપી માટે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)માં કોઈ અલગ જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસે રૂબેલ શેખને પાછલા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ભાલેરામ શેખરે તે વિશે જાણકારી આપતા કહ્યું કે, અમે એક આરોપીની ધરપકડ કરી છે. જેના પાસે નકલી ડોક્યમેન્ટ મળ્યા છે. તે આધાર પર તેને નકલી આધાર કાર્ડ અને પેનકાર્ડ પણ બનાવી રાખ્યા છે. જોકે, હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

(12:27 pm IST)