Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સતત 12માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો : પેટ્રોલ લીટરે 39 પૈસા અને ડીઝલ 37 પૈસા મોંઘુ થયું

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા પ્રતિ લિટર

નવી દિલ્હી : સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા વધીને 90.58 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 37 પૈસા મોંધું થઈને 80.97 રૂપિયા થઈ ગયું છે. પેટ્રોલ ડીઝલની કિંતમાં આ વધારો સતત 12માં દિવસે અને આ મહિને 14મી વખત થયો છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા પ્રતિ લિટર પર ચાલી રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 97 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝળની કિંમત 88.06 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અન્ય શહેરોમાં પણ પેટ્રોલ ડીઝળની કિંમત રોજ નવી રેકોર્ડ સપાટીએ પહોંચી રહી છે.
પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 39 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 87.75 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે અમદાવાદમાં ડીઝલની કિંમત 87.17 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દિલ્હીમાં આજે પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે, મુંબઇમાં પણ પેટ્રોલ 97.00 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. કલકત્તામાં આજે પેટ્રોલ 91.78 પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 92.59 રૂપિયા પ્રતિ લીટર છે.

આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે દેશના ઘણા શહેરોમાં તો પેટ્રોલની કિંમત શતક મારી ચૂકી છે.

પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં સતત વધારાની વાત કરીએ. અમદાવાદમાં ડીઝલની કિંમત 87.17 રૂપિયા પ્રતિ લિટર છે, મુંબઇમાં ડીઝલ 88.06 રૂપિયા પ્રતિ લીટર છે જોકે અત્યાર સુધીનો સૌથી મોઘો ભાવ છે. દિલ્હીમાં 80.97 રૂપિયા પ્રતિ લીટર, કલકત્તામાં 84.56 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં ડીઝલનો ભાવ 85.98 રૂપિયા પ્રતિ લીટર છે.

(11:09 am IST)