Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

બોમ્બે હાઇકોર્ટ જસ્ટિસ ગૌતમ પટેલની ચીમકી : કોર્ટમાં ટોળા ભેગા થશે તો ફિઝિકલ હિઅરીંગ બંધ કરી ઓનલાઇન ચાલુ કરી દેવું પડશે : કોવિદ -19 ના નિયમોનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપી

મુંબઈ : કોર્ટમાં ફિઝિકલ હિઅરીંગની મંજૂરી આપવામાં આવ્યા બાદ ટોળા ભેગા થવા લાગતા બોમ્બે હાઇકોર્ટ જસ્ટિસ ગૌતમ પટેલએ ચેતવણી સમાન ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે જો  કોર્ટમાં વકીલો અને અસીલોના ટોળા ભેગા થશે તો ફિઝિકલ હિઅરીંગ બંધ કરી ફરીથી ઓનલાઇન ચાલુ કરી દેવું પડશે. સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક ,સોશિઅલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.

તેમણે જારી કરેલી નોટિસમાં જણાવાયા મુજબ જે લોકોના કેસનું હિઅરીંગ હોય તેઓ જ કોર્ટમાં પ્રવેશ કરે.વકીલો તથા અસીલો તેમના કેસ માટે નિયત કરવામાં સમય મુજબ જ કોર્ટમાં પ્રવેશ કરે.કોર્ટ દ્વારા સમયાંતરે તપાસ કરી મુદત સિવાય આવેલા લોકોને બહાર કાઢવામાં આવશે.જો ઉપરોક્ત જરૂરી સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો તાત્કાલિક ફિઝિકલ હિઅરીંગ બંધ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બોમ્બે  હાઇકોર્ટમાં 1 ડિસેમ્બર 2020 થી ફિઝિકલ હિઅરીંગ ચાલુ કરવામાં આવ્યું છે. તેવું  બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(10:56 am IST)