Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પેપર લીક થતા મેટ્રિકની સોશ્યલ સાયન્સની પરીક્ષા રદ કરી નાખી

બેન્ક કર્મચારીએ ફોટો પાડી વોટ્સએપ ઉપર કોપી મોકલી દીધી

પટના,તા. ૨૦: બિહાર બોર્ડ મેટ્રિક પરીક્ષાના સોશ્યલ સાયન્સ વિષયના પ્રથમ સત્રની પરીક્ષા રદ કરી દીધી છે. હવે ૮ માર્ચે આ પરીક્ષા જ ફરીથી લેવાશે. આ પરીક્ષા ૮.૪૬ લાખ વિદ્યાર્થીઓ ભાઇ-બહેનોએ આ પરીક્ષા આપ્યાનું બોર્ડના અધ્યક્ષ આનંદ કિશોરે જણાવેલ.

આ પ્રશ્નપત્ર જમુઇ જિલ્લાના કોઇ વ્યકિતને વોટ્સએપર ઉપર મોકલવામાં આવેલ. સવારે પરીક્ષા શરૂ થતા પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઝાઝા બ્રાન્ચમાંથી આ પ્રશ્નપત્ર પ્રાપ્ત થયેલ. જેની ફોટો ખેંચી વોટ્સએપ ઉપર મોકલી લીક કરાયા મનાય છે. બેન્ક કર્મચારી વિકાસ કુમાર આ પેપર લીક કરવામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

(10:15 am IST)