Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સાઉદી અરેબિયામાં છેલ્લા 50 વર્ષની રેકોર્ડ તોડ બરફ વર્ષા: લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું : ભીષણ ગરમી માટે જાણીતા સાઉદી અરબના રેગીસ્તાનની રેત પર બરફની સફેદ ચાદર

રિયાધ: રણ વિસ્તાર અને ભીષણ ગરમી માટે જાણીતા સાઉદી અરબમાં અચાનક જ થયેલી બરફ વર્ષાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, રેગીસ્તાનની રેત પર બરફની સફેદ ચાદરની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર પણ ખુબ શેઅર કરવામાં આવી રહ્યા છે, એક અનુમાન પ્રમાણે છેલ્લા 50 વર્ષની આ રેકોર્ડ બરફ વર્ષા છે, જો કે આ પહેલા પણ દેશમાં બરફ વર્ષા થઇ ચુકી છે, પરંતું તેની માત્રા ઘણી ઓછી હતી.

સાઉદી અરબમાં થયેલી ભીષણ બરફ વર્ષાથી બધા જ ઘાટી દેશો માટે ખુબ જ દુર્લભ ઘટના બતાવવામાં આવી રહી છે, એક સપ્તાહ પહેલા જ ખાડી દેશોમાં શિયાળાની ઋતુનો શુભારંભ થયો છે, રાતમાં ફુંકાતા ઠંડા પવનોનાં કારણે દેશનાં ઘણા ભાગોમાં તાપમાન માઇનસમાં પહોંચી રહ્યું છે, આવી સ્થિતીમાં લોકો દિવસમાં ગરમી અને રાતે ઠંડી સામે ઝઝુમે છે.

સાઉદી અરેબિયાનાં હવામાન વિભાગે આગામી દિવસો અંગે ચેતવણી જારી કરી છે, હવામાન વિભાગે કહ્યું કે દેશનાં અનેક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન વધુ ઘટી શકે છે, આવી સ્થિતીમાં લોકો રાતમાં નિકળતા સમયે ઠંડીથી પોતાનો બચાવ જરૂર કરે, દેશનો અસિર વિસ્તાર ભારે હિમવર્ષાથી સૌથી વધુ પ્રભાવિત છે.

સાઉદી અરબનાં લોકો પણ દેશમાં થઇ રહેલી ભારે બરફ વર્ષાની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર શેઅર કરવા લાગ્યા છે, સૌથી લોકપ્રિય થયેલી ક્લિપમાં એક ઉંટ જોવા મળે છે, જે સમજી નથી શકતો કે આવું ઠંઠું શું છે.

(12:25 am IST)