Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રામમંદિર ટ્રસ્ટના સભ્યોએ પી.એમ. મોદી સાથે મુલાકાત કરીઃ ભૂમિપૂજન માટે આપ્યું આમંત્રણ

    નવી દિલ્લીઃ  રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ સહીત ટ્રસ્ટના સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એમના આવાસ પર મુલાકાત કરી અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે હાલમાં જ ગઠિત શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની પ્રથમ બેઠક બુધવારે થઇ હતી.  ટ્રસ્ટના મહાસચિવ વિશ્વ હિંદુ પરિષદના નેતા ચંપતરાય અને કોષાધ્ય સ્વામીગોવિંદગીરી પણ બેઠકમા  ઉપસ્થિત હતા.

     ટ્રસ્ટના ત્રણેય સભ્યોએ ભૂમિપૂજન અન શિલાન્યાસ માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રિત કર્યા. આ વચ્ચે રામ જન્મભૂમિ તીર્થસ્થળ ટ્રસ્ટની આગલી બેઠક અયોધ્યમાં ૩ અને ૪  માર્ચના થઇ શકે છે. આ ઉપરાંત રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલદાસએ પોતાના હસ્તાક્ષરનો અધિકાર ટ્રસ્ટી ડો. અનીલ મીશ્રાને સોંપ્યો છે. હવે નૃત્યગોપાલદાસની જગ્યા અનિલ મિશ્રા જ કોઇપણ ફેંસલા પર હસ્તાક્ષર કરશે.

બુધવારના ટ્રસ્ટની મેરેથોન બેઠક થઇ હતી. જેમા મહંત નૃત્યગોપાલદાસને ટ્રસ્ટના અધ્યક્ષ અને  ચંપતરાયને મહામંત્રી બનાવ્યા. બેઠકમાં રામમંદિર નિર્માણ અને અન્ય કાર્યો માટે ૯ કમિટીઓ બનાવાઇ. બધા સભ્યોને નિર્માણમા દાયિત્વ સોંપવામા આવ્યું.

(11:43 pm IST)