Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ઓવૈસીના મંચ પર પહોંચી છોકરીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા

     સંશોધિત નાગરિકતા કાનૂન (સીએએ) એનઆરસી અને રાષ્ટ્રીય જન સંખ્યા રજીસ્ટર (એનપીઆર) ના વિરોધમાં અહીં ગુરુવારના એક કાર્યક્રમમાં એક મહિલાએ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદિન ઓવૈસીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. જો કે ઓવેસીએ મહિલાના આ કૃત્યની નિંદા કરતા કહ્યું કે અમે ભારત માટે છીએ બંધારણ બચાવો બેનર આયોજીત કાર્યક્રમના આયોજકોએ ઓવૈસીના મંચ પર પહોંચ્યા પછી  અમુલ્યા નામની આ મહિલાને સંબોધીત કરવા આમંત્રિત કરી હતી.

     મહિલાએ ત્યાં ઉપસ્થિત લોકોને પોતાની સાથે પાકિસ્તાન જીંદાબાદનો નારો લગાવવા કહ્યું. આ પર ઓવૈસી એનાથી માઇક છીનવવા આગળ વધ્યા અને અન્ય લોકો પણ મહિલાને હટાવવવાની કોશિષ કરવા લાગ્યા.

(11:42 pm IST)