Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભાર વિનાનું ભણતર : રાજસ્થાનમાં સરકારી સ્કૂલોમાં શનિવારે ' નો બેગ ડે ' ગેહલોત સરકારનો મોટો નિર્ણંય

નાનપણથી મૂક-બધિર બાળકોની સારવાર માટે નવી જાહેરાત કરી

જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2020-21 (રાજસ્થાન બજેટ) માટે બજેટ રજૂ કરતી વખતે વિદ્યાર્થીઓ અને યુવાઓનું ખાસ ધ્યાન રાખ્યું છે.મુખ્યમંત્રી ગેહલોતે ભણતરના બોજ નીચે દબાયેલા બાળકોને આ વખતના બજેટમાં મોટી રાહત આપતા સ્કૂલોમાં શનિવારે નો બેગ ડેની જાહેરાત કરી છે. શનિવારે સ્કૂલોમાં ભણવાને બદલે ઈત્તર પ્રવૃત્તિઓ થશે. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ પોતાના બજેટમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે અન્ય ઘણી જાહેરાતો પણ કરી છે.

 

મુખ્યમંત્રી ગેહલોતે  નાનપણથી મૂક-બધિર બાળકોની સારવાર માટે નવી જાહેરાત કરતા કહ્યું હતું કે, અત્યાર સુધી 899 બાળકોને તેને માટે સહાયતા આપવામાં આવી ચુકી છે. તેને માટે હવે નાનપણથી જ પ્રારંભિક અવસ્થામાં જ હિયરિંગ સ્ક્રીનની અનિવાર્યતાને નીતિ બનાવીને લાગૂ કરીશું. 50 હજાર યુવાઓને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં આવશે. 41 કરોડ 60 લાખના ખર્ચે અલ્પસંખ્યક બાળકો માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.

 

(11:41 pm IST)