Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

પોલીસ અમૂલ્યા લિયોના સાથે પૂછપુરછ કરી તેને કોર્ટમાં હાજર કરશે

બેંગ્લુરુ : નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન્સ અને એનપીઆરને લઈ કર્ણાટકના બેંગલૂરૂમાં AIMIMના અધ્યક્ષ અસદૂદ્દીન ઓવૈસી એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે જ એક યુવતીએ મંચ પર અચાનક આવીને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. જો કે, આ યુવતીએ હિન્દુસ્તાન જિંદાબાદના પણ નારા લગાવ્યા હતા

 .ઑલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદ્દૂલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદૂદ્દીન ઓવૈસીના મંચ પર એક યુવતીએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. જો કે, ઓવૈસીએ તેની ઘોર નિંદા કરી છે. પોલીસે આ યુવતીની ધરપકડ કરી લીધી છે. પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી આ યુવતી વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બેંગલુરૂ પોલીસ અમૂલ્યા લિયોના સાથે પૂછપુરછ કરી તેને કોર્ટમાં હાજર કરશે

(11:27 pm IST)