Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દિગ્વિજયસિંહના ભાઇ ધારાસભ્ય લક્ષ્મણસિંહએ કમ્પ્યુટર બાબાને બતાવ્યા નકલીઃ કહ્યું આવા નકલી બાબાઓથી કોંગ્રેસને નુકશાન

મધ્યપ્રદેશઃ  મધ્યપ્રદેશના  મુખ્યમંત્રી કમલનાથ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા વચ્ચે થયેલ ધમાસણ હજુ ખત્મ પણ નથી થયુ. ૧૦ વર્ષો સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલ દિગ્વિજયસિંહના નાનાભાઇ અને વર્તમાનમા ચાચોડાથી કોંગ્રેસ ધારાસભ્ય લક્ષ્મણસિંહએ કમલનાથ મંત્રીમંડળમા રાજયમંત્રીનો દરજજો મેળવેલ કોમ્પ્યુટર બાબા પર હમલો બોલાવી દીધો છે.

હાલમાં દિગ્વિજયસિંહના કટ્ટર સમર્થક ગણાતા અને કમલનાથ મંત્રીમંડળમા  રાજયમંત્રીનો દરજજો પ્રાપ્ત કરેલ કોમ્પ્યુટર બાબાએ દિગ્વિજયસિંહના ભાઇ લક્ષ્મણસીંહ પર બોલતા કહ્યું હતુ કે  તે કયારેય પણ કોઇપણ વાત પર ટિપ્પણી કરે છે જે નહી કરવી જોઇએ તે દરેક વિષયમા બોલવા માગે છે.

ચાચોડાથી ધારાસભ્ય લક્ષ્મણસિંહ દિગ્વિજયસિંહના સગા નાનાભાઇ છે. લક્ષ્મણસિંહ પાંચ વખત  સાંસદ અને ત્રણ વખતના ધારાસભ્ય છે. લક્ષ્મણસિંહને મંત્રી ન બનવાનુ દુઃખ છે.  લક્ષ્મણસિંહને કમલનાથ મંત્રીમંડળમા મંત્રી ન બનવાને કારણે દુખ સતત રહે છે. તે સરકાર પર હુમલા સાથે સાથે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ હમલો કરવાનુ ભુલતા નથી. ૧૦ દિવસમાં  કર્જ માફીના રાહુલ ગાંધીના નિવેદનને પણ  એમણે ખોટું ઠેરવ્યુ હતુ.

(11:09 pm IST)