Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રામ મંદિર પરિસરમાં હનુમાનજીની વિશાળ મૂર્તિ બનવી જોઈએ : આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટીનો વધતો હનુમાનજી પ્રત્યેનો પ્રેમ: ભાજપ ભીંસમાં

દિલ્હીની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સત્તામાં આવી ચૂકી છે. આપની જીત પાછળ હનુમાનજીની કૃપા થઈ હોવાનું એક કારણ જણાવવામાં આવ્યું હતું ત્યારે હવે આમ આદમી પાર્ટીનો પ્રેમ હનુમાનજી પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે.જયારે ભાજપ ભીંસમાં મુકાયો છે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, રામ મંદિર પરિસરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા બનવી જોઈએ.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, મને લાગે છે કે, હનુમાનજીની એક ભવ્ય મૂર્તિ રામ મંદિર પરિસરમાં બનવી જોઈએ કારણ કે હનુમાનજી ભાગવાન રામના પસંદગીના હતા. હનુમાનજી નિ:સ્વાર્થ સેવાના પ્રતિક છે.

  દિલ્હીમાં રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકનું સ્થાન ગ્રેટર કૈલાશ સૌરભ ભારદ્વાજનો મતવિસ્તાર છે. અહીં રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક બોલાવવામાં આવી હતી અને ગુરુવારે પણ આ બેઠક ગ્રેટર કૈલાશમાં બોલાવવામાં આવી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ અયોધ્યામાં હનુમાનજીની મૂર્તિ લગાવવાનો રાગ છેડ્યો છે

(11:04 pm IST)