Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

યૂપીના સોનભદ્રમાં દબાયું છે ૩ હજાર ટન સોનું: જલ્દી શરૂ થશે ખોદાણ પ્રક્રિયા

સોનભદ્રઃ ઉતરપ્રદેશનો સોનભદ્ર જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ભૂ વૈજ્ઞાનિક સોનાની તલાશ કરી રહ્યુ હતુ હવે તે તપાસ પુરી થઇ ગઇ છે ભૂવૈજ્ઞાનિકએ સોનભદ્ર જિલ્લાામંા બે સ્થળ પર લગભગ ત્રણ હજાર ટન સોનાનો અંદાજ મળ્યો છે. આનાથી લગભગ દોઢ હજાર ટન સોનું કાઢી શકાશે. જયારે જીએસઆઇએ ૯૦ ટન એંડાલુસાઇટ, ૯ ટન પોટાશ , ૧૮.૮૭ ટન લોખંડ, ૧૦ લાખ ટન સીલેમીનાઇટના ભંડારની પણ તપાસ કરી છે.

સોનભદ્ર જીલ્લામા સોનાના ખોદકામનો રસ્તો સાફ હોવાથી  પહેલા ખનીજ નિર્દેશાલય જિયો ટેગીંગ કરાવી રહ્યું છે. જિયો ટેગીંગ માટે ગઠીત ૭ સભ્યોની ટીમ રર ફેબ્રુ. સુધી ખોદકામ  નિર્દેશકને પોતાની રીપોર્ટ સોંપશે આ પછી રાજયને જવાબદારી સોંપતા કેન્દ્ર સરકાર ઇ-નિવિદા જારી કરવાનો  નિર્દેશ આપશે.  નિવિદાને લીલી ઝંડી મળ્યા પછી ખોદકામને અનુમતિ મળશે.

(10:14 pm IST)