Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી વિરુદ્ધ તંત્રની મોટી કાર્યવાહી:દીવાલ પર ચલાવાયું બુલડોઝર

દીવાલ ધરાશયી કરીને રસ્તો પહોળો કર્યો : દબાણને કારણે કે મકાન અને મેડિકલ કોલેજનો એક ભાગ અંદર આવી ગયેલ

રામપુર : સમાજવાદી પાર્ટી નેતા અને રામપુર સાંસદ આઝમ ખાન જૌહર યુનિવર્સિટી વિરૂધ્ધ વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે ઉત્તરપ્રદેશનાં રામપુરમાં આવેલી આ યુનિવર્સિટીની એક સાઇડની દિવાલ ગુરૂવારે તોડી પાડવામાં આવી.છે આઝમ ખાન મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીનાં કુલપતિ છે, ચકરોડ પ્રકરણમાં વહીવટીતંત્ર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી.હતી

જૌહર યુનિવર્સિટી દ્વારા ચાર રસ્તા પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો કેસ ચાલી રહ્યો છે, મહેસુલ વિભાગ સામે કેસ જીત્યા બાદ વહીવટીતંત્રએ આ કાર્યવાહી કરી છે.

અધિકારીઓે આ ઘટનાનાં સંબંધમાં વિવિધ વહીવટી વિભાગોને પહેલેથી જ નોટીસ જારી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલાની હાજરીમાં યુનિવર્સિટી સ્થિત મેડિકલ કોલેજની એક બાજુની દિવાલ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી છે.

બિજેપી નેતા આકાસ સક્સેનાની ફરીયાદ પર મહેસુલ વિભાગ દ્વારા જૌહર યુનિવર્સીટી પરીસરમાં સ્થિત ચાર રસ્તાને ખાલી કરવા વિરૂધ્ધ સપા સાંસદ આઝમ ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સક્રિય વહીવટી તંત્રએ પહેલાથી જ યુનિવર્સિટી પરીસરમાં આવેલી 17.5 વિઘા જમીન પર કબજો મેળવી લીધો હતો,

તેની સાથે જ જમીનને ગ્રામ સમાજનાં ખાતામાં નોંધણી કરીને તેને આલિયાગંજનાં પ્રધાનના હવાલે કરવામાં આવી હતી, ચાર રસ્તાનાં નિશાનની કરવામાં જૌહર યુનિવર્સિટીનાં કેમ્પસમાં સ્થિત ઉપકુલપતિનું નિવાસ અને સાયન્સ ફેકલ્ટીની નજીક આવેલા એક મકાન અને મેડિકલ કોલેજનો કેટલોક ભાગ તેની અંદર આવી ગયો હતો.

(9:58 pm IST)