Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

AIMIMના નેતાનું ઝેર ઓકતું નિવેદન: કહ્યું, અમે 15 કરોડ 100 કરોડ લોકો પર ભારી છીએ

પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યું, અમે ઇટનો જવાબ પથ્થરથી આપવાનું શીખી લીધું છે

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (CAA) ની વિરુદ્ધ વિરોધની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શનને લઇને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા વારિસ પઠાણે ખુબ જ વિવાદિત નિવેદન આવ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના નેતા વારિસ પઠાણે કર્ણાટકના ગુલબર્ગામાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે અમે 15 કરોડ છીએ અને 100 કરોડ લોકો પર ભારી છીએ.

પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યું, 'અમે ઇટનો જવાબ પથ્થરથી આપવાનું શીખી લીધું છે. પરંતુ આપણે એકઠ્ઠા થઇને ચાલવુ પડશે. આઝાદી લેવી પડશે અને જે ચીજ માંગવાથી નથી મળતી, તેને છીનવી લેવામાં આવે છે. આપણાને કહેવામાં આવે છે કે આપણે આપણી માતા અને બહેનોને આગળ કરી દીધી છે. અમે કહીએ છીએ કે હાલ તો માત્ર શેરનીયા બહાર નીકળી છે તો આપના પસીના છૂટી ગયા. જો અમે બધા સાથે આવ્યા, તો વિચારી લો શું થશે. અમે 15 કરોડ જ 100 કરોડ લોકો પર ભારી છીએ. આ વાત યાદ રાખી લેજો.'

તેને લઇને જ્યારે વિવાદ વધ્યો તો AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે સ્પષ્ટતા કરી પરંતુ માફી માંગવા પર ઇનકાર કર્યો. તેઓએ કહ્યું કે, મેં દેશ અને કોઇ ધર્મ વિરુદ્ધ કંઇપણ નથી કહ્યું. સીએએની વિરુદ્ધ દરેક ધર્મના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. બીજેપીના નેતા તો ગોળી મારવાની વાત કહે છે.

તેઓએ કહ્યું કે બીજેપી દેશના લોકોને અલગ કરવા ઇચ્છે છે. લોકોએ સમજવું જરૂરી છે. હું મારા નિવેદન પર માફી નહીં માંગુ.

(9:57 pm IST)