Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કાશ્મીરના બર્ફિલા મેદાનમાં ક્રિકેટનો આનંદ : 2500 મીટર ઉંચાઈ પર થઈ રહી છે ટૂર્નામેન્ટ

ગુરેજ ઘાટીમાં બરફના મેદાન પર રમાતી ક્રિકેટ મેચ ખૂબ લોકપ્રિય : કાશ્મીર ઘાટીમાં સ્નો ક્રિકેટનું ચલણ વધ્યું

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના ઉત્તરી વિસ્તાર અને શ્રીનગરથી 123 કિલોમીટર દૂર બાંદીપુરના ગુરેજ ઘાટીમાં હાલ બરફના મેદાન પર રમાઈ રહેલી ક્રિકેટ મેચ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. ગુરેજ ઘાટીના યુવાનોએ પર્યટનને વધારવાના હેતૂ સાથે હિમાલયના આવા ઉંચા પહાડો પર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. અધિકારીઓ અને રાષ્ટ્રીય સ્તરે તેને ઓળખ મળે તે માટે થઈ અહીંના યુવાનોએ ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું.

 અહીંના યુવાનો ઈચ્છે છે કે, આ ઘાટીમાં ક્રિકેટને એક વીંટર સ્પોર્ટ્સ તરીકે વિકસે. ગુરેજમાં સ્પોર્ટ્સ ક્રિકેટ ક્લબ માર્કુટ દ્વારા એક ટૂર્નામેન્ટનું આયોજન કરાયુ હતું, જેમાં 10 ટીમે ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટની ફાઈનલ ફૂઝી ઈલેવન અને ડ્રીમ ઈલેવન વચ્ચે રમાઈ હતી, જેમાં ડ્રીમ ઈલેવન ટીમનો વિજય થયો હતો

(8:49 pm IST)