Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

યુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે આવતીકાલ 21 ફેબ્રુઆરી શુક્રવારે શિવરાત્રી ઉત્સવ ઉજવાશે : મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે : 22 ફેબ્રુઆરીના રોજ શિવ પાર્વતી કલ્યાણ મહોત્સવની ઉજવણી કરાશે

ડલાસ : યુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે આવતીકાલ 21 ફેબ્રુઆરી શુક્રવારે શિવરાત્રી ઉત્સવ ઉજવાશે
ઉત્સવ અંતર્ગત સવારે 10 વાગ્યે અભિષેક તથા પૂજા થશે .તથા બપોરે 12 વાગ્યે આરતી બાદ ભજન થશે .સાંજે 6 વાગ્યાથી રાત્રીના 9-15 કલાક દરમિયાન શિવ અભિષેક ,અલંકાર ,રુદ્રમ,પૂજા ,મંત્ર પુષ્પમ ,અને શિવ આરતી થશે.23 તારીખે  રાત્રે 9-30 કલાકે ભજન અને મધ્ય રાત્રી આરતી થશે.
22 ફેબ્રુઆરીના રોજ શિવ પાર્વતી કલ્યાણ મહોત્સવ ઉજવાશે જેનો સમય સવારે 9-30 વાગ્યાનો રહેશે

(8:37 pm IST)