Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મુસ્લિમ યુવાન બનશે લિંગાયત મઠનો મુખ્ય પૂજારી : 33 વર્ષીય યુવકની 26મીએ વિધિવત નિમણુંક થશે

શરીફના પિતાએ વર્ષો પહેલા આ મઠ માટે બે એકર જમીન દાનમાં આપી હતી.

બેંગલુરૂ : ઉત્તરી કર્ણાટકમાં એક ઐતહાસિક ઘટના બની છે  લિંગાયત મઠે તમામ પરંપરાઓને તોડીને એક મુસ્લિમ યુવકને મુખ્ય પૂજારી બનાવવાનો નિર્ણય લીધો છે.

દીવાન શરીફ રહિમનસાબ મુલ્લા નામના આ 33 વર્ષીય યુવકની 26 ફેબ્રુઆરીએ પૂજારી તરીકે વિધિવત રીતે નિમણૂંક થશે. મુલ્લાનુ કહેવુ છે કે, હું 12મી સદીના સુધારક બાસવાન્નાથી પ્રભાવિત છું અને તેમના આદર્શો પર જ કામ કરીશ

શરીફના પિતાએ વર્ષો પહેલા આ મઠ માટે બે એકર જમીન દાનમાં આપી હતી.હવે તેમનો પુત્ર મુરુગરાજેન્દ્ર કોરાનેશ્વારા શાંતિધામ મઠના મુખ્ય પૂજારી બનશે. આ મઠ કર્ણાટકના ખજૂરી ગામના 350 વર્ષ જુના કુરાનેશ્વર સંસ્થાન સાથે સંકળાયેલો છે. આ મઠ શ્રી જગદગુરુ મુરુગરાજેન્દ્રના 361 મઠમાં સામેલ છે. જેના લાખો અનુયાયીઓ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ છે.

ખજૂરી સંસ્થાનના મુખ્ય પૂજારી મુરુગરાજેન્દ્ર શિવયોગીએ ક્હયુ હતુ કે, અમે તો તમામ અનુયાયીઓને જાતિ અને ધર્મની વિભન્નતા છતા ગળે લગાવીએ છે. અમારા મઠના દરવાજા તમામ માટે ખુલ્લા છે. શરીફના પિતા પણ અમારા અુયાયી હતી અને શરીફે 2019માં દિક્ષા લીધી હતી.

(8:09 pm IST)