Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સેંસેક્સ ૧૫૩ પોઈન્ટ ઘટીને ૪૧૧૭૦ની નીચી સપાટીએ

એશિયન પેઈન્ટના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો : નિફ્ટી ફરી ૪૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૮૧ની નીચી સપાટી ઉપર રહ્યો : મિડકેપ તેમજ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ઉછાળો

મુંબઇ, તા.૨૦ : શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, એચડીએફસી બેંક, ટીસીએસ, એચયુએલ અને એશિયન પેઈન્ટ જેવા હેવી વેઈટ શેરોમાં વેચવાલી વચ્ચે ઘટીને બંધ રહ્યો હતો. બંને દેશો મોટી વેપાર સમજૂતિ પર કામ કરી રહ્યા છે તેવી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદથી બજારમાં ઉત્સુકતા પૂર્વર્તી રહી છે. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૧૫૩ પોઈન્ટ ઘટીને ૪૧૧૭૦ની નીચી સપાટીએ રહ્યો હતો. એશિયન પેઈન્ટના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. ઈન્ડસ ઈન્ડ બેંકના શેરમાં . ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્ષ ૪૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૮૧ની નીચી સપાટીએ રહ્યો હતો. વ્યક્તિગત શેરોમાં આઈઆરસીટીસીના શેરમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો રહેતા તેના શેરની કિંમત ૧૯૨૮ રહી હતી. અદાણી ગેસના શેરમાં ૧૩ ટકાનો ઉછાળો રહ્યો હતો.

           બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્ષમાં ૬૨. ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી તેની સપાટી ૧૫૬૯૪ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં . ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૭૪૭ રહી હતી. ગયા સપ્તાહની શરૂઆતમાં સીપીઆઈ પર આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવ્યા હતાજાન્યુઆરી મહિનામાં વર્ષની ઉંચી સપાટી તેમાં જોવા મળી હતી. .૫૯ ટકા સુધી પહોંચી ગયો હતોવિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં નેટ ખરીદી કરી છે. શેરબજાર અને અન્ય કેટલાક સારા પરિબળોની વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જંગી રોકાણ કર્યું છે. ભારતીય મૂડી માર્કેટમાં વિદેશી મૂડીરોકારણકારોએ ૨૪૬૧૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છેઆંકડા દર્શાવે છે કે, ત્રીજી ફેબ્રુઆરીથી લઇને ૧૪મી ફેબ્રુઆરી વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૦૪૨૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટમાં ૧૪૧૯૧ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાકભાજી, કઠોર અને પ્રોટીન આધારિત ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના કારણે સીપીઆઈ ફુગાવામાં વધારો થયો હતો.

          ૨મી ફેબ્રુઆરીના દિવસે એનએસઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં મુજબની વાત કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં ફુગાવાનો આંકડો આરબીઆઈના મધ્યમ અવધિના ચાર ટકાના ટાર્ગેટ કરતા વધારે રહ્યો હતો. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે હોલસેલ ફુગાવાના આંકડા જારી કરાયા હતા. હોલસેલ કિંમતો પર આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવાનો દર જાન્યુઆરી ૨૦૨૦માં . ટકા થયો હતો. જે ગયા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં .૫૯ ટકા હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો જાન્યુઆરી મહિનામાં વધીને . ટકા થયો હતો. ડુંગળી અને બટાકા જેવી જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે સ્થિતિ સર્જાઈ હતી. એક વર્ષ પહેલા મહિનામાં .૭૬ ટકા સુધીનો આંકડો રહ્યો હતો. આવતીકાલે શેરબજારમાં મહાશિવરાત્રીના પ્રસંગે રજા રહેશે. સેકટરલ મોરચા પર આઈટીના શેરમાં કડાકો રહ્યો હતો. પીએસયુ બેન્કના શેરમાં આજે તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સમાં ટકાનો ઉછાળો રહ્યો હતો.

(8:01 pm IST)