Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

NSDL ૧૦૦૦ કરોડના આઈપીઓ લાવે તેવી વકી

વર્તમાન મૂડીરોકાણકારોને વધારે સારી તક મળશે : ઓફરમાં ૩૦ ટકા હિસ્સો વેચવાની તક મળે તેવા એંધાણ

મુંબઈ, તા.૨૦ : નેશનલ સિક્યુરિટી ડિપોઝીટરી લિમિટેડ આગામી થોડાક મહિનામાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના આઈપીઓ લાવી શકે છે. એનએસડીએલના આઈપીઓને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આનાથી કંપનીના વર્તમાન શેર હોલ્ડરને પોતાના રોકાણ પૂર્ણ રીતે અથવા તો તેના કેટલાક હિસ્સાનો લાભ ઉઠાવવામાં મદદ મળશે. જે ડિપોઝીટરીમાં મોટી એનએસડીએલ આઈપીઓ માટે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર એપોઈનમેન્ટ કરવાની કવાયતમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ ઓફરમાં ૩૦ ટકા હિસ્સેદારી વેચવામાં આવી શકે છે.

          એનએસડીએલ આગામી થોડાક મહિનામાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના આઈપીઓ લાવી શકે છે. કંપની દ્વારા આઈપીઓ માટે ઈન્વેસ્ટમેન્ટ બેન્કરની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આને લઈને પણ કારોબારીઓ ઉત્સુક દેખાઈ રહ્યા છે. મામલાની માહિતી ધરાવનાર લોકોનું કહેવું છે કે વર્તમાન મૂડીરોકાણકાર કંપનીથી એક્ઝિટ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે. સૂચિત આઈપીઓમાં વેચાનાર મોટાભાગના શેર વર્તમાન શેર ધારકોના રહેશે. એટલે કે ઓફર ફોર હોઈ શકે છે. પબ્લિકમાં વર્તમાન જાણકારી મુજબ કંપનીના પ્રમોટર તરીકે આઈડીબીઆઈ બેન્કની ૩૦ ટકા અથવા તો એનએસઈમાં ૨૪ ટકા હિસ્સેદારી છે.

         જેમાં પબ્લિક કેટેગરીના હિસ્સેદારી ધરાવનાર તરીકે એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, કેનેરા બેંક, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. જાણકાર લોકોનું કહેવું છે કે એનએસઈ અને આઈડીબીઆઈ ધીમે ધીમે પોતાની પૂર્ણ રોકાણ હિસ્સેદારી કંપનીમાંથી બહાર કાઢી શકે છે.

(8:00 pm IST)