Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

એસબીઆઈ કાર્ડ IPOને લઈ ઉત્સુકતા : માલામાલ બનાવશે

એસબીઆઈ કાર્ડ આઈપીઓ બીજી માર્ચના દિવસે ખુલશે : પાંચ માર્ચ સુધી તેની બોલી લગાવી શકાશે : આઈઆરસીટીસી બાદ સરકારના બીજા આઈપીઓમાં બમ્પર રિટર્ન મળવાની સંભાવના : વેપારી ભારે ઉત્સુક

મુંબઈ, તા.૨૦ : એસબીઆઈ કાર્ડ આઈપીઓને લઈને ઉત્સુકતા વધી રહી છે. આના પરિણામ સ્વરૂપે રોકાણકારો માલામાલ થઈ શકે છે. એસબીઆઈ કાર્ડના આઈપીઓને લઈને ઉત્સુકતા સતત વધી રહી છે. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. એસબીઆઈ કાર્ડ આઈપીઓ બીજી માર્ચના દિવસે ખુલનાર છે. આના માટે પાંચમી માર્ચ સુધી બોલી લાગી શકશે. આઈઆરસીટીસી બાદ સરકારનો બીજો આઈપીઓ છે. જેમાં બમ્પર રિટર્નની અપેક્ષા રાખવામાં આવી રહી છે. એસબીઆઈ કાર્ડના આઈપીઓના લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીને ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતીમાં કેટલીક નવી વિગતો ખુલીને સપાટી કંપનીઓના આઈપીઓના મામલામાં નવી નવી વિગતો ખુલી રહી છે.

        શેરબજારના નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે આઈઆરસીટીસી બાદ તેના શેરમાં ભારે પ્રિમિયમ પર લિસ્ટ થશે. જેનાથી તેમાં રોકાણ કરનાર રોકાણકારોને બમ્પર લાભ થઈ શકે છે. પાંચમી માર્ચ સુધી બોલી લાગી શકશે. બીજી માર્ચના દિવસે એબીઆઈ કાર્ડ આઈપીઓ ખુલશે. ૧૮મી ફેબ્રુઆરીના દિવસે મળેલી માહિતી મુજબ કંપની ૫૦૦ કરોડ રૂપિયાની કિંમતના ૧૩.૦૫ કરોડ શેર લાવનાર છે. આઈપીઓ માટે બોલી લગાવવાની પ્રક્રિયા પાંચમી માર્ચના દિવસે પૂર્ણ થશે. આઈપીઓથી કંપની ૯થી ૧૦ હજાર કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ગયા વર્ષે રજુ કરવામાં આવેલા ડીઆરએચપીના કહેવા મુજબ કંપની ઓફર ફોર સેલ મારફતે બજારમાં ૧૩૦૫૨૬૭૯૮ ઈક્વિટી શેર લાવનાર છે. જે પૈકી ૩૭૨૯૩૩૭૧ સુધી શેરનું વેચાણ એસબીઆઈ અને બાકી ૯૩૨૩૩૪૨૭ શેર કારલાઈ ગ્રુપ (સીએ રોઅર) દ્વારા વેચવામાં આવશે. ઉપરાંત કંપની ૫૦૦ કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર પણ જારી કરનાર છે.

         એસબીઆઈ કાર્ડમાં એસબીઆઈની હિસ્સેદારી ૫૬ ટકા રહેલી છે. જ્યારે બાકીની હિસ્સેદારી કારલાઈન ગ્રુપની રહેલી છે. આઈપીઓ બજારમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તમામ જાણકાર લોકો માની રહ્યા છે કે આઈપીઓ જંગી કમાણી કરી આપશે. એસબીઆઈ કાર્ડ એસબીઆઈ અને જીઈ કેપિટલ દ્વારા ૧૯૯૮માં ઓકટોબરમાં શરૂઆત કરવામાં આવી હતી. એસબીઆઈ કાર્ડ હરિયાણાના ગુડગાંવમાં હેડક્વાર્ટર ધરાવે છે. ડિસેમ્બર ૨૦૧૭માં એસબીઆઈ અને કારલાઈન ગ્રુપે કંપનીમાં જીઈ કેપિટલની મૂડી ખરીદી લીધાી હતી. હાલમાં એસબીઆઈ એસબીઆઈ કાર્ડમાં ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે કારલાઈ ૨૬ ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં બીજો સૌથી મોટો ક્રેડિટ કાર્ડ ઈસ્યુ તરીકે છે. ક્રેડિટ કાર્ડ માર્કેટની તેની હિસ્સેદારી માર્ચ ૨૦૧૯માં ૧૭. ટકાથી વધીને ૩૦મી નવેમ્બર ૨૦૧૯ સુધી ૧૮. ટકા થઈ હતી.

(7:59 pm IST)