Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ૨૦થી વધુ ત્રાસવાદી કેમ્પો સક્રિય : આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા દાવો કરાયો

ત્રાસવાદી કેમ્પોમાં હંમેશા ૩૫૦ ત્રાસવાદીઓ સક્રિય રહે છે : એર સ્ટ્રાઈકને એક વર્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે સેના પ્રમુખે દાવો કર્યો જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાઓમાં ઘટાડો થયો : આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા ઘટસ્ફોટ

નવી દિલ્હી, તા.૨૦ : પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક) અને બાલાકોટમાં વર્તમાન ત્રાસવાદી છાવણી પર ભારતીય હવાઈ દળની એર સ્ટ્રાઈકની કામગીરીને એક વર્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે કાર્યવાહી બાદ ફરી એકવાર પોકમાં આતંકવાદી કેમ્પો સક્રિય થઈ ગયા છે. કેમ્પોમાં ૨૫૦થી ૩૫૦ જેટલા ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે પોકમાં ૧૫ થી ૨૦ ત્રાસવાદી કેમ્પો ચાલી રહ્યા છે. જેમાં દર વખતે ૨૫૦થી ૩૫૦ ત્રાસવાદીઓ રહે છે.

        સંખ્યામાં કમ વધારો હોઈ શકે છે. આર્મી ચીફે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદી ઘટનાઓમાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થયો છે. સેના ત્રાસવાદી સંગઠનો પર દબાણ લગાવી રહી છે. બીજી બાજુ પાક સેનાના બેટ પગલાના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેનામાં બેટ હુમલાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના બેટ પગલાને રોકવામાં અમે સફળ રહ્યા છીએ. તેમના હુમલા પહેલા કરતા હવે નિષ્ફળ વધારે થઈ રહ્યા છે. ટેરર ફન્ડીંગ પર નજર રાખનાર વૈશ્વિક એકમ એફએટીએફની પેરિસમાં ચાલી રહેલી બેઠક દરમિયાન પાકિસ્તાનને ગ્રે લિસ્ટની બહાર નહીં કરવાની ભલામણ કરવામાં આવી છે.

        બીજી બાજુ નરવણેએ કહ્યું છે કે એફએટીએફના વર્તમાન સત્રને લઈને આર્મી ચીફે કહ્યું હતું કે ચીનને બાબતનો વિશ્વાસ છે કે તે હંમેશા પોતાના ઓલ વેધર ફ્રેન્ડની મદદ કરી શકશે નહીં. જો એફએટીએફ કઠોર રીતે કાર્યવાહી કરે છે તો પાકિસ્તાનને પોતાની ચાલાકી અને ગતિવિધિઓ પર ફરી વિચારણા કરવાની ફરજ પડશે. સેના પ્રમુખે મહિલાઓને સેનામાં કમિશન આપવાના મુદ્દે સુપ્રિમ કોર્ટના આદેશ પર કહ્યું હતું કે પગલું સ્વાગતરૂપ છે. જે સંસ્થાની યોગ્ય બાબત માટે કામ કરશે. વધુ સારી ક્ષમતા માટે અધિકારીઓની ભરતીની દિશામાં અસરકારક સાબિત થશે.

        ભારતીય સેનામાં મહિલા અધિકારીઓ સહિત તમામને રાષ્ટ્ર પ્રત્યે યોગદાન આપવાની સાથે સાથે પોતાની કેરિયરમાં પ્રગતિ માટેના એકસમાન અવસર આપવામાં આવશે. મહિલા અધિકારીઓને પત્ર મોકલીને પૂછવામાં આવી રહ્યું છે કે તેઓ સ્થાઈ કમિશનને મહત્વ આપવા માંગે છે કે કેમ. તેમણે એમ પણ કહ્યું હતું કે સેના જાતિય સમાનતાના મામલા પર પ્રયાસ કરી રહી છે. મહિલા અધિકારીઓને સ્થાઈ કમિશન આપવાના સુપ્રિમ કોર્ટના આદેશને તમામ લોકો સ્વાગત કરે છે. નરવણેએ કહ્યું હતું કે ભારતીય સેના કોઈ જવાનથી ધર્મ, જાતિ અને અન્ય મામલાઓમાં ભેદભાવ કરતી નથી.

(7:57 pm IST)