Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સેમસંગનો નવો સ્‍માર્ટફોન A71 લોન્‍ચઃ દમદાર કેમેરા અને 8 જીબી રેમ સહિતના ફીચર્સ

નવી દિલ્હી: સેમસંગે ભારતમાં આજે પોતાનો પ્રીમિયમ ગેલેક્સી A71 (Samsung Galaxy A71) સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. અત્રે જણાવવાનું કે આ હેન્ડસેટ સેમસંગ ગેલેક્સી A70નું અપગ્રેડેડ વર્ઝન છે.

સેમસંગ ગેલેક્સી A71માં 6.7 ઈંચનો ફૂલ-HD સુપર AMOLED ડિસ્પ્લે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ હેન્ડસેટમાં 8GB રેમ સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 730 ઓક્ટા-કોર પ્રોસેસર છે. 8GB રેમ સાથે આ સ્માર્ટફોન બેસ્ટ મલ્ટી ટાસ્કિંગ એક્સપિરિયન્સ આપશે.  

કેમેરાની વાત કરીએ તો સેમસંગે પોતાના આ હેન્ડસેટમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 12 મેગાપિક્સલનો સેકન્ડ્રી સેન્સર અને 5-5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યાં છે. સેલ્ફી લવર્સ માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે.

સ્ટોરેજની વાત કરીએ તો આ હેન્ડસેટ 128GB ઈન્ટરનલ મેમરી સાથે આવે છે. આ ઉપરાંત માઈક્રો એસડી કાર્ડની મદદથી તેની મેમરી 512GB સુધી વધારી શકાય છે.

સેમસંગ ગેલેક્સી A71 4500mAH પાવરની બેટરી છે. તેમાં USB ટાઈવ-સી પોર્ટ છે. આ હેન્ડસેટ પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ બ્લ્યુ, અને પ્રિઝ્મ ક્રશ સિલ્વર કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.

આ હેન્ડસેટની કિંમત 29,999 રૂપિયા છે. કંપનીના જણાવ્યાં મુજબ 24 ફેબ્રુઆરીથી આ સ્માર્ટફોનનું વેચાણ તમામ રિટેલ સ્ટોર અને ઓનલાઈન પ્લેટફોર્મ પર શરૂ થશે.

(6:16 pm IST)