Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

વેલસ્‍પન ઇન્‍ડિયા લિમીટેડના સીઇઓ દીપાલી ગોયન્‍કાએ ‘મુકાબલા' ગીત ઉપર ડાન્‍સ કર્યોઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઓફિસોમાં પ્રેશર વચ્ચે કામ કરતા તમે ઘણીવાર કર્મચારીઓને જોયા હશે. પરંતુ આજે એક વીડિયો જોઈને તમે ચોંકી જશો. આ વીડિયોમાં વેલ્સપન ઈન્ડિયા લિમિટેડના સીઈઓ ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે અને તેમની સાથે કર્મચારીઓ પણ ડાન્સ કરી રહ્યાં છે.

આ વીડિયોને આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયનકાએ ટ્વીટર પર શેર કર્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રશંસા કરી રહ્યાં છે અને લોકોનું કહેવું છે કે ઓફિસનો માહોલ આ પ્રકારનો હોવો જોઈએ જેથી કર્મચારી કોઈપણ પ્રેશર વગર વધુ આઉટપુટ આપી શકે.

મજાની વાત છે કે વેલ્સપન ઈન્ડિયા લિમિટેડના સીઈઓ દીપાલી ગોયનકા 'મુકાબલા' ગીત પર ડાન્સ કરી રહ્યાં છે અને તેમની સાથે બાકી કર્મચારી પણ મસ્તીથી ડાન્સ કરી રહ્યં છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પસંદ કરી રહ્યાં છે.

(6:13 pm IST)