Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પત્નિ દિવસમાં ૧૦ વખત સ્નાન કરતી અને પૈસા પણ ધોઈ સુકવતીઃ પતિએ કંટાળી હત્યા કરી આત્મહત્યા કરી લીધી

આવુ રોજ કરતી હતી કેમ કે તેનું માનવું હતું કે, આ નોટોને બીજા ધર્મોના લોકો અડયા હશે, અને તે ગંદી થઈ હશે

મૈસુર, તા.૨૦: કર્ણાટકના મૈસુરથી એક ચોંકાવનારી દ્યટના સામે આવી છે. અહીં એક આધેડ ઉંમરના વ્યકિતએ પોતાની પત્નીની પવિત્રતાના ઝનૂનથી પરેશાન થઈ મંગળવારે તેની હત્યા કરી દીધી અને બાદમાં આત્મહત્યા કરી લીધી. ૪૦ વર્ષના મૃતક શાંતમૂર્તિ અને તેની ૩૮ વર્ષિય પત્ની પુત્ત્।મનીના ૧૫ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પાડોશિયો અને સંબંધિઓ અનુસાર, પુત્ત્।મની પવિત્રતા પર ખુબ જોર આપતી હતી, અને આજ કારણથી પતિએ તેની હત્યા કરી દીધી.

શાંતમૂર્તિના પાડોશી પ્રભુ સ્વામિએ કહ્યું કે, ' મે મારા જિવનમાં પુત્તમની જેવી કોઈ વ્યકિત નથી જોઈ. લગભગ ૮ વર્ષથી હું આ લોકોને જોવું છે. તે ખુબ અંધવિશ્વાસી મહિલા હતી. અમને તેમના ઘરમાં જતા પણ ડર લાગતો હતો. કેમકે તે પોતાના ઘરમાં પ્રવેશ કરવા માટે અમને પણ નાહ્વાનું કહેતી હતી.'

પ્રાપ્ત માહિતી અનુસાર, પુત્તમની પોતાના બાળકોને પણ દિવસમાં કેટલીએ વખત સ્નાન કરાવતી હતી અને પતિ જે કમાણી કરીને પૈસા લાવી આપે તે કરન્સી નોટોને તે ધોઈ નાખતી હતી. એક સંબંધી રાજશેખરે પુત્ત્।મનીના શુદ્ઘીકરણના અંધવિશ્વાસ પર કહ્યું કે, 'શું તમે દુનિયામાં કોઈ એવું વ્યકિત જોયું છે જે કરન્સી નોટોને ધોઈને કપડાની જેમ સુકવે?' પુત્તમની આવું રોજ કરતી હતી કેમ કે તેનું માનવું હતું કે, આ નોટોને બીજા ધર્મોના લોકો અડ્યા હશે, અને તે ગંધી થઈ હશે. તેમણે કહ્યું કે, 'શાંતીમૂર્તિ મને તેની પત્નીના આ વ્યવહારની દ્યણી વખત વાત કરતા હતા. તે શુદ્ઘીકરણના નામ પર તેની પર અત્યાચાર કરતી હતી. વારંવાર સ્નાનના કારણે તેના બાળકો બિમાર પડી જતી હતા. પુત્ત્।મનીએ દ્યરમાં નિયમો બનાવી દીધા હતા, શૌચાલય જાય, પશુઓને ચારો નાખવામાં આવે અથવા કોઈને અડી જવાય તો સ્નાન કરવું પડશે. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ખુબ ઝગડા થતા હતા.'

આખરે મંગળવારે પતિની ધીરજ જવાબ આપી ગઈ અને શાંતિમૂર્તિએ પત્ની સાથે ઝગડા દરમિયાન ખેતરમાં એક હથિયાર વડે તેની પર હુમલો કરી દીધો. તે પત્નીની હત્યા કર્યા બાદ ઘરે આવ્યો અને ફાંસી પર લટકી આત્મહત્યા કરી દીધી.

(3:45 pm IST)
  • સતત એક મહિના સુધી સામુહિક બળાત્કાર : વારાણસી ભાજપના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહીત 7 લોકો વિરુદ્ધ મહિલાની ફરિયાદ : વારંવાર બળાત્કાર અને ગર્ભપાતનો આરોપ : કોઈની ધરપકડ નહીં : મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની અને મેડિકલ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાશે access_time 7:11 pm IST

  • મહારાષ્ટ્રમા મોટાપાયે આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે access_time 11:19 pm IST

  • એનપીઆરમાં સામેલ નથી કરાયા મુસ્લિમ તહેવાર : તામિલનાડુ વિધાનસભામાં જોરદાર હંગામો : રાષ્ટ્રીય જન સંખ્યા રજીસ્ટર ( એનપીઆર )ની પ્રક્રિયા પર તામિલનાડુની વિધાનસભામાં ભારે વાક્યુદ્ધ સાથે હોબાળો થયો : વિપક્ષ ડીએમકે દ્વારા આ પ્રક્રિયા પર ઘણા સવાલ ઉઠાવ્યા access_time 12:59 am IST