Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કૌભાંડી નિરવ મોદીની ૧૧ર વૈભવી ચીજોની થશે હરરાજીઃ કરોડો રૂપિયા મળવાની સંભાવના

મુંબઇ તા. ર૦: એન્ફોર્સમેન્ટ ડીરેકટરોટ (ઇડી) દ્વારા નિમવામાં આવેલ આંતર રાષ્ટ્રીય ઓકશન હાઉસ સેફ્રોન આર્ટ હિરાના વેપારી નિરવ મોદીની જપ્ત કરવામાં આવેલી ૧૧ર લકઝરી અસ્કયામતોની ઓનલાઇન અને ઓફ લાઇન હરરાજી કરશે.

આ નિલામી હેઠળની લકઝરી આઇટમોમાં એક રોલ્સ રોઇસ ઘોસ્ટ, એમએફહુસેન, અમૃતાશેર-ગીલ, વીએસ ગાયતોડે અને અન્ય આધુનિક ચિત્રકારના ચિત્રો સામેલ છે.

૪૮ વર્ષના નિરવમ ોદી ઉપર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીંડી અને મની લોન્ડ્રીંગના આરોપો છે અને હાલમાં તે લંડનની વાન્ડસવર્થ જેલમાં છે.

ર૭ ફેબ્રુઆરીએ સેફ્રોન ઓકશન હાઉસ ખાતે જીવંત નિલામી યોજાઇ છે. જયારે ઓનલાઇન નિલામીનું આયોજન ૩ અને ૪ માર્ચે કરવામાં આવ્યું છે. એક વર્ષ પહેલા સેફ્રોન આર્ટે નિરવ મોદી પાસે આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી ૬૮ કલાકૃતિઓની નિલામી કરીને પ૪.૮૪ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા.

આગામી નિલામીમાં નિરવ મોદી પાસેથી જપ્ત કરવામાં આવેલી ૧૧ર લકઝરી આઇટમોની હરરાજી કરવામાં આવશે. જેમાં ભારતના કલાકારોની કિંમતી કલાકૃતિઓ, ચેનલ, હર્મસ, લુઇસ વુઇટન અને સેલાઇન જેવી પ્રખ્યાત કંપનીઓની હેન્ડબેગ્સ, એક કાર્ટીયર એસાયમેટ્રીક ક્રેશ કાંડા ઘડીયાળ અને પોર્શે પેનામેરા કારનો સમાવેશ થાય છે.

(3:44 pm IST)
  • એનપીઆરમાં સામેલ નથી કરાયા મુસ્લિમ તહેવાર : તામિલનાડુ વિધાનસભામાં જોરદાર હંગામો : રાષ્ટ્રીય જન સંખ્યા રજીસ્ટર ( એનપીઆર )ની પ્રક્રિયા પર તામિલનાડુની વિધાનસભામાં ભારે વાક્યુદ્ધ સાથે હોબાળો થયો : વિપક્ષ ડીએમકે દ્વારા આ પ્રક્રિયા પર ઘણા સવાલ ઉઠાવ્યા access_time 12:59 am IST

  • SBI કાર્ડનો IPO આગામી 2 માર્ચના રોજ ખુલશે: 13 કરોડ શેર થશે ઈશ્યુ: SBI કાર્ડના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર:SBI કાર્ડનો IPO આગામી 2 માર્ચના રોજ ખુલશે: 5 માર્ચ સુધી લગાવી શકાશે બોલી:IPO દ્વારા કંપની 9000થી 10,000 કરોડ રૂપિયાની રકમ એકઠી કરી શકે છે access_time 1:15 am IST

  • અમીતભાઇ શાહ આવતીકાલે વડોદરાની મુલાકાતે આવશે access_time 12:53 pm IST