Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

CUT - COPY - PASTEના શોધકે લીધા અંતિમ શ્વાસ

સોફટવેર એન્જીનિયર લેરી ટેસ્લરનું ૭૪ વર્ષે નિધન

વોશિંગ્ટન તા. ૨૦ : કટ, કોપી અને પેસ્ટ – આ એક શબ્દ છે કે જેના વિના તમે ભાગ્યે જ કમ્પ્યુટર અથવા સોશિયલ મીડિયા પર આવશ્યક કાર્ય કરી શકો છો. કટ, કોપી અને પેસ્ટની જેમણે શોધ કરી છે તે સ્ટીવ જોબ્સ જેટલા લોકપ્રિય તો ન થઈ શકયા પરંતુ તેમનું યોગદાન મહત્વનું છે.

કટ, કોપ અને પેસ્ટ યુઝર ઇન્ટરફેસ એટલે કે UI ખરેખર સાઈન્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવી હતી. વૈજ્ઞાનિકનું નામ લેરી ટેસ્લર છે અને તેમનું મોત નીપજયું છે. તેમનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ૧૯૭૩માં તે ઝેરોક્ષ પાલો અલ્ટો રિસર્ચ સેન્ટર (પીએઆરસી) માં જોડાયા. કટ, કોપી અને પેસ્ટ યુઝર ઇંટરફેસની વાર્તા આ સાથે પ્રારંભ થાય છે.

ટેસ્લરે જિપ્સી ટેકસ્ટ સંપાદક બનાવવા માટે ટીએનઆર મોટ સાથે PARC પર સહયોગ કર્યો. આ જિપ્સી ટેકસ્ટ સંપાદકમાં તેમણે ટેકસ્ટની કોપી અને ખસેડવા માટે એક મોડેલ પદ્ઘતિ તૈયાર કરી. અહીંથી જ કટ, કોપી અને પેસ્ટ શબ્દની શોધ થઈ હતી.

લેરી ટેસ્લર તેમના સીવીમાં લખે છે કે તે મોડેલલેસ સંપાદન અને કટ કોપી પેસ્ટનો પ્રારંભિક શોધક છે. જોકે તેણે સીવીમાં એમ પણ લખ્યું છે કે તેમને ભૂલથી ફાધર ઓફ ગ્રાફિકલ યુઝર ઇંટરફેસ કહેવામાં આવતું હતું.

લેરી ટેસ્લરએ પીએઆરસીમાં જ કટ, કોપી અને પેસ્ટ વિકસાવી. જો કે, પાછળથી કમ્પ્યુટર ઇન્ટરફેસો અને ટેકસ્ટ સંપાદકો માટે કટ, કોપી અને પેસ્ટ કરવાનો આ ખ્યાલ આવ્યો. જણાવી દઈએ કે જે લેકરી કામ કરતી હતી તે PARC કંપની પ્રારંભિક ગ્રાફિકલ યુઝર ઇંટરફેસ અને માઉસ નેવિગેશન માટે ક્રેડિટ મેળવે છે.

નોંધપાત્ર વાત એ છે કે એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે પણ પીએઆરસીના આ સંશોધનનો ઉપયોગ એપલના ઉત્પાદનોમાં સુધારો કરવા માટે કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે સ્ટીવ જોબ્સ ઝેરોક્ષ આવ્યા ત્યારે તે જ ટીમમાં લેરી ટેસ્લર પણ હાજર હતો.

(3:41 pm IST)