Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કોરોના વાયરસથી ચીનમાં મોતનો આંક ર,૧૧૮ થયો

છેલ્લા ર૪ કલાકમાં ૩૯ર નવા કેસો સપાટીએ : ચીન સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને ર૧ર૮: કેસોની સંખ્યા ૭પ૭ર૭

બેજિંગ,તા. ૨૦: ચીનમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચેલો છે. જો કે પહેલાની સરખામણીમાં સ્થિતીમાં હવે સુધારો થઇ રહ્યો છે. જો કે હજુ પણ વધારે નક્કર પગલા લેવાની જરૂરિયાત અનુભવાઇ રહી છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો એકલા ચીનમાં હવે વધીને ૨૧૧૮ સુધી પહોંચી ગયો છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૨ નવા કેસો સપાટી પર આવ્યા છે. ચીનમાં કુલ કેસોની સંખ્યા વધીને ૭૪૫૭૭ સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ વિશ્વના દેશોમાં પણ કોરોનાનો આંતક જારી રહ્યો છે. મોતનો આંકડો વધીને ૨૧૨૮ સુધી પહોંચી ગયો છે. વિશ્વના જુદા જુદા દેશોમાં કોરોના વાયરસના કારણે હવે ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા ૧૨૦૬૩ રહેલી છે. હાલમાં વિશ્વના દેશોમાં એક્ટિવ કેસોની સંખ્યા ૫૭૧૫૨ રહેલી છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા ૧૬૪૪૭ રહેલી છે. ચીની સત્તાવાળાઓ દ્વારા હુબેઇ અને તેના પાટનગર વુહાનમાં ૫૬ મિલિયન લોકોને નિરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યા છે.હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. ચીનના આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે.

તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જાપાનમાં હજુ સુધી કોરોના વાયરસથી કોઇનુ મોત થયુ નથી પરંતુ નવા કેસો અહીાં નોંધાઇ રહ્યા છે. ફ્રાન્સ અને તાઇવાનમાં પણ એક એક વ્યક્તિનુ મોત થયુ છે.હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.   દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.  ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.અમરિકા સહિતના મોટા ભાગના દેશો આ કોરોનાના સકંજામાં આવી ગયા છે. વિશ્વના ૨૯થી વધારે દેશો ગ્રસ્ત છે.   ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોરોના  વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે. બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જોઇને સલામ કરી શકાય છે.દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.

વિશ્વમાં કોરોના સકંજો

બેજિંગ તા. ૨૦:  વિશ્વના દેશોમાં પણ કોરોનાનો આંતક જારી રહ્યો છે. મોતનો આંકડો વધીને ૨૧૨૮ સુધી પહોંચી ગયો છે. વિશ્વના જુદા જુદા દેશોમાં કોરોના વાયરસના કારણે હવે ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા ૧૨૦૬૩ રહેલી છે. હાલમાં વિશ્વના દેશોમાં એક્ટિવ કેસોની સંખ્યા ૫૭૧૫૨ રહેલી છે. કોવિડ વાયરસના કારણે પ્રભાવિત છે. હાલમાં વિશ્વના ૨૯ દેશોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે વિશ્વના દેશો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.   વિશ્વમાં કોરોના વાયરસના આંક નીચે મુજબ છે.

વિશ્વના કુલ દેશો પ્રભાવિત............................... ૨૯

વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા............. ૭૫૭૨૭

વિશ્વના કુલ દેશોમાં મોત............................. ૨૧૨૮

વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા...... ૧૬૪૪૭

ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા....... ૧૨૦૬૩

કેસો બંધ કરી દેવાયા............................... ૧૮૫૭૫

માઇલ્ડ કન્ડીશન દર્દી............................... ૪૫૦૮૯

ચીનમાં કોરોના આંતક

ચીનમાં મોતનો આંકડો સતત વધ્યો

બેજિંગ તા. ૨૦: ચીનમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચેલો છે. જો કે પહેલાની સરખામણીમાં સ્થિતીમાં હવે સુધારો થઇ રહ્યો છે. જો કે હજુ પણ વધારે નક્કર પગલા લેવાની જરૂરિયાત અનુભવાઇ રહી છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો એકલા ચીનમાં હવે વધીને ૨૧૧૮ સુધી પહોંચી ગયો છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૨ નવા કેસો સપાટી પર આવ્યા છે. ચીનમાં કુલ કેસોની સંખ્યા વધીને ૭૪૫૭૭ સુધી પહોંચી ગયો છે.ચીનના  આરોગ્ય તંત્રને કોરોના વાયરસને કાબુમાં લેવામાં કોઇ સફળતા હાથ લાગી રહી નથી. .ચીનમાં કોરોના વાયરસના આંકડા નીચે મુજબ છે.

ચીનમાં કુલ મોતનો આંકડો......................... ૨૧૧૮

ચીનમાં કુલ કેસોની સંખ્યા........................ ૭૪૫૭૭

ચીનમાં નવા કેસો.......................................... ૩૯૨

ચીનમાં ૨૪ કલાકમાં મોત............................. ૧૧૮

ચીનમાં ગંભીર અસરગ્રસ્ત............. ૧૧૮૦૦થી વધુ

ચીનમાં રિકવર લોકો..................... ૧૨૭૦૦થી વધુ

(3:28 pm IST)