Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મતદાન ઓળખપત્ર નાગરિકતા સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવોઃ મુંબઇ કોર્ટનો સ્વીકાર

મુંબઈ, તા.૨૦: મતદાન ઓળખપત્ર નાગરિકતા મેળવવા માટેનો પર્યાપ્ત પુરાવો છે. મુંબઈના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે એવું કહેતા એક દંપતીને બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના આરોપથી દોષમુકત કરી દીધા. કોર્ટે સ્વીકાર્યું કે મતદાન ઓળખપત્ર કોઈ પણ નાગરિક માટે નાગરિકતા મેળવવા માટેનું પ્રમાણપત્ર છે. નોંધનીય છે કે આ દંપતીની ૨૦૧૭માં ગેરકાયદેસરી રીતે ભારતમાં પ્રવેશ કરવા અને દસ્તાવેજ વગર મુંબઈમાં રહેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે આ મામલાથી દંપતીને દોષમુકત જાહેર કરતાં કહ્યું કે, જન્મ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, મૂળ નિવાસ પ્રમાણ પત્ર અને પાસપોર્ટને મૂળ પ્રમાણ તરીકે માનવામાં આવી શકે છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે મતદાન ઓળખપત્રને પણ નાગરિકતાનું પર્યાપ્ત પ્રમાણ કહી શકાય છે. તેઓએ કહ્યું કે મતદાન ઓળખપત્ર બનાવવા માટે જન પ્રતિનિધિ અધિનિયમના ફોર્મ-૬ હેઠળ કોઈ પણ વ્યકિતને ઓથોરિટીની સમક્ષ નાગરિક તરીકે દ્યોષણા પત્ર દાખલ કરવાનું હોય છે કે તેઓ ભારતના નાગરિક છે. જો દ્યોષણા ખોટી પુરવાર થાય છે તો અમુક શખ્સ સજા માટે ઉત્તરદાયી હોય છે.કોર્ટે કહ્યું કે, અબ્બાસ શેખ (૪૫) અને રાબિયા ખાતૂન શેખ (૪૦)એ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે મતદાન ઓળખપત્ર સહિત અન્ય મૂળ દસ્તાવેજ પણ રજૂ કર્યા હતા. જોકે ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે દંપતી તરફથી રજૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજ ખોટા છે. કોર્ટમાં ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો કે દંપતીની પાસે જે દસ્તાવેજ છે તે નકલી છે. કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે ફરિયાદી પક્ષ એ વાતને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ વાસ્તવિક નથી. કોર્ટે આ દસ્તાવેજોને માનવાથી આ કારણે કર્યો ઇન્કાર

કોર્ટે પોતાના આદેશમાં એવું પણ કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ય કોઈ વ્યકિતની નાગરિકતા સાબિત કરવા માટે પર્યાપ્ત દસ્તાવેજ ન માની શકાય કારણ કે આ દસ્તાવેજ નાગરિકતા સાબિત કરવાના ઉદ્દેશ્યથી નથી બનાવવામાં આવ્યા. તેઓએ કહ્યું કે જન્મ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર અને પાસપોર્ટ વગેરે દસ્તાવેજો પર કોઈ પણ વ્યકિતના મૂળને સ્થાપિત કરવા માટે ભરોસો મૂકી શકાય છે.

(3:27 pm IST)