Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કોરોના વાઇરસના કારણે ઇન્ડિયામાં રમકડાની કિંમતોમાં વધારો

દેશમાં રમકડાં મોટા ભાગે ચીનથી મંગાવવામાં આવે છે

નવી દિલ્હી, તા.૨૦: ચીનમાં કોરોનાવાઇરસના કારણે દહેશત ફેલાઈ છે ત્યારે એની સીધી અસર ઇન્ડિયાના જુદાં-જુદાં સેગ્મેન્ટ્સ પર પણ પડી રહી છે. ઇલેકટ્રોનિક કમ્પોનન્ટ્સની મોટા ભાગે ચીનથી આયાત કરવામાં આવે છે ત્યારે બેટરી-ઓપરેટેડ ટોય્ઝ કે બેટરી ઓપરેટેડ પાર્ટ્સ ધરાવતા ટોય્ઝના ઇન્ડિયન મેન્યુફેકચર્સ મુશ્કેલીમાં મુકાયા છે.

ઉપરાંત આપણા દેશમાં રમકડાંની મોટા ભાગે ચીનથી નિકાસ કરવામાં આવે છે ત્યારે સમગ્ર દેશમાં રમકડાંના વેપાર પર અસર થઈ છે. અત્યારના તબક્કે રમકડાંની નિકાસ સંપૂર્ણપણે બંધ છે. સ્ટોકિસ્ટ્સ, ડિસ્ટ્રિબ્યૂટર્સ અને રિટેલર્સ તેમનાં વેરહાઉસીસમાં રહેલી પ્રોડકટ્સ પર જ નિર્ભર છે. વળી, આગામી ચારથી પાંચ અઠવાડિયાંમાં આ જ સ્થિતિ રહે એવી શકયતા છે.

ચીન પ્રોડકશન શરૂ કરે અને નવાં કન્સાઇનમેન્ટ્સ ઇન્ડિયા પહોંચે એ પછી જ આ કટોકટી દૂર થશે, ત્યાં સુધી પ્રોડકશન અને સપ્લાયની વચ્ચે ગેપ રહેશે. જેના લીધે કિંમતોમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે. ઇન્ડિયાએ ૨૦૧૮-૧૯માં ૨૧૨૭ કરોડ રૂપિયાની કિંમતનાં ટોય્ઝની નિકાસ કરી હતી. જેમાંથી ૯૦ ટકાની ચીનમાંથી નિકાસ કરવામાં આવી હતી.

(11:23 am IST)