Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેનું નાક દબાવ્યું: એનપીઆર પર તમારી મન મરજી નહિ ચાલેઃ યાદ રાખો તમે ગઠબંધનના નેતા છો

ત્રણેય પક્ષને મંજુર હોય તે જ નિર્ણય સાચોઃ કોંગ્રેસની સ્પષ્ટ વાત

મુંબઈ, તા. ૨૦ :. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે રાજ્યમાં એનપીઆરને અપડેટ કરવાની કવાયતથી કોઈ પરેશાની નથી. તેમના આ નિવેદનથી શિવસેના અને તેના સાથીઓ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ડખ્ખો વકરી શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગઈકાલે ઠાકરેના નિવેદન અંગે નારાજગી જાહેર કરી હતી અને યાદ અપાવ્યુ હતુ કે તેઓ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરે છે. કોંગ્રેસે ઉદ્વવ ઠાકરેને કહ્યુ હતુ કે એનપીઆર પર તમારી મનની મરજી નહી ચાલે. ગઠબંધનમાં છો તો ત્રણેય પક્ષ ફેંસલો કરશે. કોંગ્રેસે કહ્યુ છે કે જો ત્રણેય પક્ષો સાથે મળીને ફેંસલો ન લે તો રાજ્યમાં એનપીઆરની પરવાનગી અપાવી ન જોઈએ. તો શિવસેનાનું કહેવુ છે કે એનપીઆર પર સારી રીતે વિચાર કરાયો છે અને કોઈપણ ઉલટફેરનો કોઈ સવાલ જ નથી. એનપીઆર એનઆરસીથી અલગ છે જે વસ્તી ગણતરીનો હિસ્સો છે. આ દર ૧૦ વર્ષે થાય છે.

(11:23 am IST)