Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મધ્યપ્રદેશમાં આંદોલનકારી મહિલા ટીચરે માથુ મુંડાવી રાહુલ ગાંધીને મોકલ્યા પોતાના કેશ

છેલ્લા બે મહિનાથી ટીચરો ધરણા પર બેઠા છેઃ આંદોલન તરફ સરકાર ધ્યાન આપતી નથી

ભોપાલ, તા. ૨૦ :. ભોપાલમાં છેલ્લા ૭૨ દિવસથી પોતાની માંગણીને લઈને ધરણા પર બેઠેલા અતિથિ વિદ્વાનો માટે ગઈકાલનો દિવસ ભારે ભાવુક રહ્યો હતો. ગઈકાલે બપોરે ધરણા દઈ રહેલી એક મહિલા અતિથિએ પોતાના કેશ (વાળ)નો ત્યાગ કરતા જાહેરમાં મુંડન કરાવ્યુ હતું. મુંડન કરાવનાર મહિલા અતિથિ વિદ્વાનનું નામ ડો. શાહીન ખાન છે.

મુંડન કરાવ્યા બાદ તેમણે કહ્યુ હતુ કે ચૂંટણી બાદ અતિથિ વિદ્વાન સાથે કોંગ્રેસે વચન આપ્યુ હતુ કે અમારી માંગણીઓ પુરી કરાશે. અમે એક વર્ષ રાહ જોઈ અને પછી જ્યારે આંદોલન શરૂ કર્યુ તો નોટીસ મળવી શરૂ થઈ. અમે બે મહિનાથી ઠંડીમાં ધરણા આપી રહ્યા છે પણ સરકાર ધ્યાન દેતી નથી. અમે બાળકોને ભણાવી તેમનુ ભવિષ્ય બનાવ્યુ પરંતુ અમારૂ ખુદનુ ભવિષ્ય અંધકારમય છે. તેથી લેખીત આદેશ મળશે પછી જ ઉઠશું.સંઘર્ષ મોરચાના અધ્યક્ષ દેવરાજસિંહે કહ્યુ છે કે આનાથી મોટો દુઃખદ દિવસ નથી કે એક મહિલાએ મુંડન કરાવવુ પડયું. અમે તેના કેશ રાહુલ ગાંધી પાસે મોકલશું કે જેથી તેમને ખબર પડે કે વચનનું પાલન થતું નથી.

(11:22 am IST)