Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શ્રી રામાયણ એકસ્પ્રેસ માર્ચ અંતથી દોડશે

ટિકિટના દર પ્રવાસીદીઠ સ્લિપર કલાસ માટે રૂ.૧૬,૦૬૫ અને એસી કલાસ માટે રૂ.૨૬,૭૭૫ રહેશે

નવી દિલ્હી, તા.૨૦: ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોના દર્શને જવા માગતા લોકો માટે રેલવે ૨૮ માર્ચથી શ્રી રામાયણ એકસ્પ્રેસ નામની ખાસ ટ્રેન શરૂ કરશે.

આઇઆરસીટીસીએ જણાવ્યું હતું કે શ્રી રામાયણ એકસ્પ્રેસ નામની ખાસ ટ્રેનમાં પાંચ સ્લિપર કલાસ નાઙ્ખન-એસી કોચ અને પાંચ એસી ૩ ટાયર કોચ સહિત કુલ દસ કોચ હશે.

આ ટ્રેન માટે વહેલો તે પહેલોનાં ધોરણે બુકિંગ કરવામાં આવશે.

દિલ્હીથી ૨૮મી માર્ચે શ્રી રામાયણ એકસ્પ્રેસનો પ્રવાસ શરૂ થશે અને આ ટ્રેનમાં પ્રવાસ કરવા માગતા લોકો દિલ્હી સફદરજંગ, ગાઝીયાબાદ, મોરાદાબાદ, બરેલી અને લખનઊથી એમાં ચઢી શકશે.

૧૬ રાત અને ૧૭ દિવસની આ યાત્રા દરમિયાન પ્રવાસીઓને અયોધ્યામાં રામ જન્મભૂમિ અને હનુમાન ગઢી, નંદીગ્રામના ભારત મંદિર, સીતામઢી (બિહાર)ના સીતામાતા મંદિર, જનકપુર (નેપાળ), વારાણસીના તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર, સીતામઢીના સીતા સમાહિત સ્થળ, ત્રિવેણી સંગમ, પ્રયાગમાં હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ, શ્રીંગવીરપુરમાં શ્રીંગી ઋષી મંદિર, ચિત્રકૂટમાં રામદ્યાટ અને સતિ અનસુયા મંદિર, નાશિકમાં પંચવટી, હમ્પીમાં અંજનાદ્રી પર્વત અને હનુમાન જન્મસ્થળ અને રામેશ્રરમમાં જયોતિલિંર્ગ શિવમંદિરના દર્શન કરવાનો લાભ મળશે.

આ ટ્રેનમાં પ્રવાસ કરનારને શુદ્ઘ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, ધર્મશાળામાં રહેવા અને નહાવાધોવાની વ્યવસ્થા (સ્લિપર કલાસવાળા માટે) અથવા હાઙ્ખટેલમાં (એસી કલાસવાળા માટે), નોન-એસી બસ દ્વારા બધી ટ્રાન્સફર અને સાઇટસિઇંગની વ્યવસ્થા સાથે ખાસ ટૂર મેનેજર એમની સાથે સમગ્ર પ્રવાસ દરમિયાન સાથે પ્રવાસ કરશે. ટિકિટના દર પ્રવાસીદીઠ સ્લિપર કલાસ માટે રૂ. ૧૬,૦૬૫ અને એસી કલાસ માટે રૂ. ૨૬,૭૭૫ રહેશે.

આ સિવાય શ્રીલંકાના સ્થળો જોવા માટે વધારાના રૂ. ૩૭,૮૦૦ ભરવાના રહેશે. ત્યાં જવા માગતી વ્યકિતએ ૧૧મી એપ્રિલે ચેન્નઇ ઊતરીને શ્રીલંકાના વિમાન દ્વારા કોલંબો જવાનું રહેશે અને ત્યાં એમને ત્રણ રાતના રોકાણ દરમિયાન કેન્ડી, નુવારા એલિયા અને નેગોમ્બોમાં શ્રી રામને જોડતા સ્થળો સીતામાતા મંદિર, અશોક વાટિકા, વિભિષણ મંદિર અને મુન્નેશ્રરમ-મુન્નાવારીના પ્રખ્યાત શિવ મંદિર સહિત અન્ય અનેક સ્થળોની સહેલ કરાવવામાં આવશે.

(11:21 am IST)