Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મુંબઇ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

બાળકને દાદા - દાદી કે નાના-નાનીથી દુર રાખવુ અયોગ્ય

મુંબઇ તા. ૨૦ : મુંબઇ હાઇકોર્ટે આ સપ્તાહની શરૂઆતમાં એક નિર્ણયમાં કહ્યું કે બાળકને દાદા - દાદી અથવા નાના - નાનીને મળવા દેવા નહી એ ખોટું છે.

ન્યાયાધીશ એસ.જે.કાઠાવાલા અને ન્યાયાધીશ બી.પી.કોલબાવાલાની ખંડપીઠે મુંબઇની એક મહિલાની અરજી ફગાવીને આદેશ આપ્યો કે તે તેમના ૧૦ વર્ષના પુત્રને તેમના પહેલા સાસુ - સસરાને સપ્તાહમાં એકવાર મળવાની મંજૂરી આપે. મહિલાએ કૌટુંબિક કોર્ટના આદેશને પડકાર્યો હતો. કૌટુંબિક કોર્ટના આદેશમાં તેને તેના દિવંગત પતિના માતા - પિતાને તેમના પૌત્રને સપ્તાહમાં એકવાર અથવા જ્યારે પણ તેઓ દિલ્હીથી મુંબઇ આવે ત્યારે મળવાનો આદેશ અપાયો હતો.

બાળકનો જન્મ ડિસેમ્બર ૨૦૦૯માં થયો હતો. તેના પિતાનું ફેબ્રુઆરી ૨૦૧૦માં મૃત્યુ થયું હતું. પતિના મોત બાદ મહિલા તેમના માતા-પિતા સાથે રહેવા લાગી હતી. ત્યારબાદ તેને પુનર્વિવાહ કરી લીધા હતા. કોર્ટમાં અપીલકર્તાએ કહ્યું કે તેમના સાસુ - સસરાનું વર્તન તેમની સાથે યોગ્ય નહોતું પરંતુ બાળકને તેમના દાદા-દાદીને મળવાની રોકવું એ કોઇ વાતનો આધાર નથી.

(11:19 am IST)