Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

છેલ્લા ૬ મહિનામાં સરકારી બેન્કો કરતા પ્રાઈવેટ બેન્કોમાં થાપણો મુકવાનું પ્રમાણ આશ્ચર્યજનક વધ્યુ

જુલાઈથી ડીસેમ્બર ૨૦૧૯ દરમિયાન ૮ પ્રાઈવેટ બેન્કોમાં થાપણ રૂ. ૨.૬૮ લાખ કરોડ વધી

નવી દિલ્હી, તા. ૨૦ :. એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં છેલ્લા ૬ મહિના દરમિયાન થાપણદારોએ પોતાની થાપણ સરકારી બેન્કોને બદલે પ્રાઈવેટ બેન્કોમાં રાખવાનું શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે. જુલાઈથી ડીસેમ્બર ૨૦૧૯ દરમિયાન એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ સહિતની બેન્કોની થાપણોમાં ૨.૬૮ લાખ કરોડનો વધારો થયો છે. જે ટોચની ૮ સરકારી બેન્કોની રૂ. ૨.૫૮ લાખ કરોડની થાપણ કરતા વધુ છે.

 

જાન્યુઆરીથી જૂન ૨૦૧૯ દરમિયાન સ્ટેટ બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક સહિતની ૮ સરકારી બેન્કોની થાપણ રૂ. ૫.૨૫ લાખ કરોડ હતી. જે ૮ ખાનગી બેન્કોની રૂ. ૨.૫૩ લાખ કરોડની થાપણ કરતા બમણી હતી.

જે ૮ પ્રાઈવેટ બેન્કોની થાપણો વધી છે તેમા એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એકસીસ, મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ, ફેડરલ, બંધન અને આઈડીએફસી બેન્કનો સમાવેશ થાય છે. જ્યારે સરકારી બેન્કોમાં એસબીઆઈ, પીએનબી, બીઓબી, યુનિયન બેન્ક, આઈઓબી અને ઓબીસીનો સમાવેશ થાય છે.

(11:01 am IST)