Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સુપ્રિમ કોર્ટની લાલઆંખ બાદ હવે કલંકિત ઉમેદવારોને લઇને રાજકીય પક્ષો શું કરશે ?

અનેક સવાલોઃ ટિકીટ આપતા પહેલા કારણ બતાવશે કે તેમને બાય બાય કહેશે ?

નવી દિલ્હી તા. ર૦ : રાજકારણને કલંકિતોથી મુકત કરવા માટે ઘણા સમયથી પ્રયાસો થઇ રહ્યા છે પણ રાજકીય ઇચ્છા શકિતના અભાવે આ પ્રયાસો પરિણામ સુધી નથી પહોંચી શકતા ફરીથી એકવાર આ મુદ્દો ચર્ચામાં એટલે આવ્યો છે કે થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે રાજકીય પક્ષોએ કલંકિત ઉમેદવારને ટીકીટ શું કામ આપી તેના કારણો જાહેર કરવા પડશે આ પ્રયાસ પણ કેટલો સફળ થશે તે તો આગામી સમય જ જણાવાશે.

 

કલંકિતોને ઉમેદવાર બનાવવા પાછળ ઘણા કારણો જોવા મળે છે. પહેલુ કારણ છે કે બધા રાજકીય પક્ષો કોઇપણ રીતે બહુમતીના જાદુઇ આંકડે પહોંચવા માંગે છે, તેને આના માટે કોઇ પણ પ્રકારે જીતી શકે તેવા ઉમેદવારની જરૂર હોય છે. ચૂંટણી જીતવા માટે નાણા બળ અને બાહુબળ હવ મહત્વના ફેકટર બની ગયા છે. જેના કારણે કલંકિત ઉમેદવારોની જીતની શકયતાની ટકાવારી દરેક ચુંટણીએ વધી રહી છે.આ કારણે રાજકીય પક્ષો કલંકિતોને ટીકીટ આપવામાં પરહેજ નથી રાખતા.

રાજકીય પક્ષોનો એક જુનો તર્ક એ પણ છે કે આરોપ લાગવાથી કોઇ કલંકિત સાબિત નથી થતુ તેને કલંકિત ત્યારેજ માની શકાય જયારે કોર્ટમાં તે સાબિત થઇ જાય કોર્ટમાં ચુકાદાઓની ઝડપ એટલી ધીમી છે કે પક્ષો આરોપીને એવુ કહીને ટીકીટ આપે છે હજુ તો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

સીનીયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક મીરજા ચૌધરીનું કહેવુ છે કે આપણે ત્યા રાજકીય વ્યવસ્થા એટલી હદે બગડી ચુકી છે.કે નાણાબળ અને બાહુબળ વગર ચુંટણી લડીજ નથી શકાતી પૈસા વગર ઇમાનદાર શખ્સ ચૂંટણી જીતવાની હાલતમાં જ નહી હોય એટલે પૈસા માટે રાજકીય પક્ષો તેમના તરફ આકર્ષાય છ.ે  આ બાહુબલીઓ પહેલા નેતાઓ અને પક્ષોને મદદ કરતા હતા. પણ પછી તેમને કામ થઇ ગયું કે જો તેઓ કોઇને ચુંટણીમાં જીતાડી શકતા હોય તો પોતે કેમ ન જીતી શકે ? રાજકારણમાં કલંકિતોની સંખ્યા જો વધી રહી હોય તો તેનું મુખ્ય કારણ આ જ છે.

(11:00 am IST)