Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દુનિયાના અડધોઅડધ મિલેનિયલ્સ માને છે કે, આ દશકમાં પરમાણુ હુમલો

અત્યારના ટીનેજર્સ અને યંગસ્ટર્સ માટે દુનિયાની સ્થિતિ ચિંતાજનક

ન્યુયોર્ક, તા.૨૦: સમગ્ર દુનિયાના મોટા ભાગના મિલેનિયલ્સ (૧૯૯૦ના દાયકામાં કે એના પછી જન્મનારી વ્યકિતઓ) માને છે કે, આગામી દસ વર્ષમાં ગમે ત્યારે ન્યૂકિલયર અટેક થાય એવી પચાસ ટકા શકયતા છે. જે સંકેત છે કે, અત્યારના ટીનેજર્સ અને યંગસ્ટર્સ માટે દુનિયાની સ્થિતિ ચિંતાજનક છે.

રેડ ક્રોસની ઇન્ટરનેશનલ કમિટી, વર્લ્ડવાઇડ હ્યૂમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશને થોડા સમય પહેલાં ૧૬૦૦૦ મિલેનિયલ્સનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં અફદ્યાનિસ્તાન, કોલંબિયા, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, મલેશિયા, મેકિસકો, નાઇજેરિયા, પેલેસ્ટાઇન ટેરેટરિઝ, રશિયા, સાઉથ આફ્રિકા, સીરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ, યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ૧૬ દેશોમાં ૨૦થી ૩૫ વર્ષના મિલેનિયલ્સનો ઓપિનિયન્સ મેળવવામાં આવ્યો હતો.

આમાંથી અડધા દેશોમાં અત્યારે સંદ્યર્ષની સ્થિતિ છે જયારે બાકીના દેશોમાં સદનસીબે શાંતિની સ્થિતિ છે.

આ સર્વેના રિપોર્ટમાં જણાવાયું છે કે, અડધાથી વધારે મિલેનિયલ્સ (૫૪ ટકા) માને છે કે, આગામી દશકમાં ન્યૂકિલયર અટેક થવાની શકયતા છે.

નોંધપાત્ર છે કે, જાન્યુઆરી ૨૦૧૮માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગવર્નમેન્ટ, બિઝનેસ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝના એક હજાર લીડર્સનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ન્યૂકિલયર વોરનું વધુ જોખમ હોવાનું બહાર આવ્યું હતું.

(9:58 am IST)