Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

વિશ્વની ટોપ ૧૦૦ યુનિવર્સિટીમાં ભારતની ૧૧ સંસ્થાઓ સામેલ, IISC ૧૬માં સ્થાને

૨૦૧૪ પછી બીજી વાર બન્યુ કે ભારતની ૧૧ સંસ્થાઓ ટોપ ૧૦૦માં સામેલ કરાઇ હોય

નવી દિલ્હી, તા.૨૦: દુનિયાની ટોપ ૧૦૦ યુનિવર્સિટીઝમાં ભારતની ૧૧ સંસ્થાઓને સ્થાન મળ્યું છે. ટાઇમ્સ હાયર એજયુકેશન ઇમર્જિંગ ઇકોનોમીજ યુનિવર્સિટી રેન્કિંગ ૨૦૨૦માં ૪૭ દેશોની યૂનિવર્સિટીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ટોપ ૧૦૦ યુનિવર્સિટીમાં ચીનની સૌથી વધારે ૩૦ સંસ્થાઓ સામેલ થઇ છે.

મંગળવારે સાંજે આ યાદી બહાર પાડવામાં આવી હતી, આ યાદી મુજબ ૪૭ દેશોની કુલ ૫૩૩ યુનિવર્સિટીમાં ભારતની ૫૬ સંસ્થાઓએ સ્થાન મેળવ્યું છે. જયારે ટોપ ૧૦૦માં ભારતની ૧૧ સંસ્થાઓ સામેલ કરવામાં આવી છે. રેન્કિંગ મુજબ Indian Institute of Science(IISC)ને ૧૬મું સ્થાન મળ્યુ છે. આ સિવાય IIT ખડગપુર ૩૨માં સ્થાને, IIT દિલ્હી ૩૮માં અને IIT મદ્રાસ ૬૩માં સ્થાને છે.

IIT રોપડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી અને અમૃત વિશ્વ વિદ્યાપીઠમને પહેલી વાર ટોપ ૧૦૦ યુનિવર્સિટીમાં સ્થાન મળ્યુ છે. આ રેન્કિંગની શરુઆત ૨૦૧૪થી કરવામાં આવી હતી જે પછી આ બીજી વાર બન્યુ છે કે ટોપ ૧૦૦ યુનિવર્સિટીમાં ભારતની ૧૧ સંસ્થાઓ સામેલ કરવામાં આવી હોય.

(9:57 am IST)