Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કાનપુર ભિવાની કાલિંદી એક્સપ્રેસના જનરલ ડબ્બાના ટોયલેટમાં જોરદાર બ્લાસ્ટ: અફરાતફરી

ઉત્તરપ્રદેશના કાનપુરથી હરિયાણાના ભિવાની જવા વાળી કાલિંદી એક્સપ્રેસમાં બુધવારે સાંજે જોરદાર ધમાકો થયો હતો. રિપોર્ટ મુજબ આ ધમાકો કાલિંદી એક્સપ્રેસના જનરલ ડબ્બાના ટોયલેટમાં થયો હોવાની માહિતી મળી છે.બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો 

   સૂત્રો મુજબ રેલવે મંત્રાલયે જણાવ્યું કે, બ્લાસ્ટ લગભગ સાંજે 7 વાગીને 10 મિનિટ પર બ્રજરાજપુર સ્ટેશન(કાનપુર) નજીક થયો છે. આ લો-ઇન્ટેંસિટીનો બ્લાસ્ટ હતો. જ્યારે પહેલી નજરમાં આ વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ બ્લાસ્ટમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી હાલ મળી નથી

(11:19 pm IST)