Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

26મીએ અયોધ્યા કેસની સુનાવણી : પાંચ જજોની બેન્ચ સુનાવણી કરશે

નવી દિલ્હી :કોર્ટે અયોધ્યા કેસની સુનાવણી 26 ફેબ્રુઆરીએ 10-30 કલાકે કરશે. સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચમાંથી એક જજ એસએ બોબ્ડે હાજર ના હોવાના કારણે આ કેસની સુનાવણી 29 જાન્યુઆરીએ મુલવતી રાખવામાં આવી હતી..

જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરવા માટે ફરીથી બેન્ચની રચના કરી હતી. આ પાંચ જજોની બેન્ચમાં સીજેઆઇ રંજન ગોગેઇ, અશોક ભૂષણ, અબ્દુલ નઝીર, એસએ બોબ્ડે, ડીવાય ચન્દ્રચુડનો સમાવેશ થાય છે. અગાઉ આ બેન્ચમાં સીજેઆઇ, બોબ્દે, ચન્દ્રચુડ, એનવી રમણ અને યુ યુ લલિત હતા.

જો કે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને અગાઉની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે 1994માં રામ મંદિર કેસમાં કલ્યાણ સિંહ વતી યુ યુ લલિત હાજર રહ્યા હતા. તેમ છતાં મને લલિતની બેન્ચમાં હાજરી અંગે કોઈ વાંધો નથી. પરંતુ જસ્ટિસ યુ યુ લલિતે પોતાને બેન્ચથી અલગ કરી દીધા હતા. જેથી ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આ મામલે હવે નવી બેન્ચની રચના કરવામાં આવશે જે આ કેસની સુનાવણી કરશે.

(10:45 pm IST)