Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્પલ સન્નીવલે કેલિફોર્નિયા મુકામે ૪ માર્ચ ૨૦૧૯ના રોજ ''મહા શિવરાત્રી પર્વ'' ઉજવાશેઃ રૂદ્રાભિષેકમ,મહામંગલ આરતી, ભજન-કિર્તન,અલંકારમ, સહિતના આયોજનો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્પલ, સન્નીવલે કેલિફોર્નિયા મુકામે આગામી ૪ માર્ચ ૨૦૧૯ સોમવારના રોજ મહા શિવરાત્રી પર્વ ઉજવાશે.

ઉજવણી અંતર્ગત સાંજે ૬-૩૦ કલાકથી રાત્રિના ૧૨ વાગ્યા દરમિયાન રૂદ્રાભિષેકમ, મહામંગલ આરતી, ભજન કિર્તન, મહા નિશિથ કાલ રૂદ્રાભિષેકમ, તથા રાત્રે ૧૨ વાગ્યે શિવ અલંકારમ અને બિલીપત્રથીપૂજાનું આયોજન કરાયું છે.

સાંજે ૬-૩૦ કલાકથી પ્રીતિ ભોજન શરૂ થશે.

વિશેષ માહિતી Shivdurgatemple.org દ્વારા અથવા કોન્ટેક નં.૪૦૮-૪૮૦-૫૪૭૭ દ્વારા મેળવી શકાશે.

(8:10 pm IST)