Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

" રિકેપિટલાઈઝેશન " : કોર્પોરેશન બેન્ક ,પી.એન.બી.સહિત 12 બેંકો વચ્ચે 48239 કરોડ રૂપિયા મંજુર

ન્યુદિલ્હી : રિઝર્વ બેન્કની નીતિઓને અનુસરી શકે તે માટે કેન્દ્ર સરકારે 12 બેંકો વચ્ચે 48239 કરોડ રૂપિયા મંજુર કર્યા છે.જે પૈકી  કોર્પોરેશન બેન્કને સૌથી વધુ 9,086 કરોડ રૂપિયા મળશે. પીએનબીમાં 5,908 કરોડ રૂપિયાની રકમ નાખવામાં આવશે. રિકેપિટલાઈઝેશન અંતર્ગત મળનારી રકમથી બેન્કોની પાસે આરબીઆઈના નિયમને અનુસરવા માટે પુરતી રકમ ઉપલબ્ધ થશે.

અલ્હાબાદ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેન્ક, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, દેના બેન્ક, તથા  આઈડીબીઆઈ બેન્ક પીસીએ લિસ્ટમાં હોવાથી તેમને બાકાત રાખવામાં આવી છે

(7:54 pm IST)