Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

માર્ચનાં પ્રથમ સપ્તાહ સુધી ઠંડી રહેશે

ઉતરથી ફુંકાતા પવનો ઠંડીનું વધુ ૧ રાઉન્ડ લાવશે

પુણે, તા.૨૦:- આ વર્ષે શિયાળો થોડો વધુ લંબાવાની શકયતા છે. હવામાન ખાતાની આગાહી મુજબ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયા સુધી ઠંડી રહેવાની શકયતા છે. સામાન્ય રીતે દેશમાં ફેબ્રુઆરી મહિનામાં ઠંડી જતી રહે છે. પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ (WD)ને કારણે ઉત્ત્।ર ભારતમાં ઠંડી જવાનું નામ નથી લેતી. અત્યારે છઠ્ઠા ષ્ઝ્રદ્ગચ કારણે આ વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હજુ ૧ માર્ચ સુધીમાં વધુ એક ઠંડીનું મોજુ ફરી વળે તેવી શકયતા છે.

હવામાનના નિષ્ણાંતોએ જણાવ્યું કે આ સીઝનમાં સામાન્ય રીતે WDની સંખ્યા દ્યણી વધારે છે. તેને કારણે પશ્યિમ હિમાલયના વિસ્તારમાં બરફવર્ષા થઈ હતી અને છેલ્લા બે મહિનામાં તાપમાન દ્યણું નીચુ ગયું છે જેની અસર ઉત્ત્।ર અને મધ્ય ભારતમાં જોવા મળી છે.

અત્યારે WDને કારણે બે દિવસ તાપમાન ઊંચુ જશે. પણ પછી ઉત્ત્।ર દિશામાંથી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થશે. હવામાનની પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટ વેધર સર્વિસિસના ડિરેકટર મહેશ પાલાવતે જણાવ્યું, ડિસ્ટર્બન્સ પસાર થાય પછી પાછો ઠંડીનો પારો ઊંચો ચડશે. ફેબ્રુઆરી એન્ડ સુધી આવી પરિસ્થિતિ રહેવાની શકયતા છે.

પાલાવતે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય પછી ઉત્ત્।રથી ફૂંકાતા પવનોને કારણે તાપમાન ફરી નીચુ જશે. IMD પુણેના હેડ અનુપમ કશ્યપીએ જણાવ્યું, મહારાષ્ટ્રના ઉત્ત્।ર ભાગ, મરાઠાવાડા અને ઉત્ત્।ર વિદર્ભમાં લઘુત્ત્।મ તાપમાન ૧૦થી ૧૨ ડીગ્રી સેલ્સિયસ રહેવાની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં પણ તાપમાન બહુ નહિ વધે. રાજસ્થાન અને નોર્થ-વેસ્ટ મધ્યપ્રધેશમાં સમયાંતરે થતા સાઈકલોનિક સરકયુલેશનને કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે અને ત્યાર પછી તાપમાનમાં વધારો થશે.(૨૨.૧૦)

(3:44 pm IST)